અત્યારે IPL-12નો ઉત્સવ ચાલી રહ્યો છે. આ વખતની IPlમાં જે ખેલાડીએ સૌથી વધારે ચર્ચા જગાવી છે તે છે કોલકાતાનો આન્દ્રે રસેલ. આન્દ્રે રસેલ પોતાની ઝડપી બેટિંગનાં કારણે બોલર્સ માટે માથાનો દુ:ખાવો બન્યો છે, ત્યારે ભારતીય સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે આન્દ્રે રસેલને ટર્ન લેતા બૉલને રમવામાં મુશ્કેલી થાય છે. કુલદીપે કહ્યું કે વર્લ્ડ કપમાં રસેલને બાંધી રાખવા માટે તેની પાસે પર્યાપ્ત હથિયાર છે. રસેલે કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી IPlમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ફક્ત 121 બૉલમાં 257 રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ 212.39 છે.

કેકેઆરનાં તેના સાથી ખેલાડી કુલદીપ યાદવે કહ્યું કે તેણે રસેલની કમજોરી શોધી લીધી છે. જેનો ઉપયોગ તે 30 મે થી 14 જુલાઈ વચ્ચે થનારા વર્લ્ડ કપ દરમિયાન કરશે. કુલદીપે કહ્યું કે, “તેને ટર્ન લેતી પિચો પર રમવામાં મુશ્કેલી થાય છે. જો બૉલ ટર્ન લે છે તો આ તેની કમજોરી છે. હું જાણું છું કે તેને કઇ રીતે રોકવાનો છે અને આ વિશે મારો વિચાર સ્પષ્ટ છે.” કુલદીપ રસેલ સાથે એક જ ડ્રેસિંગ રૂમમાં રહે છે, પરંતુ કુલદીપે સ્વીકાર કર્યું કે તે નેટ્સમાં ક્યારેય રસેલ માટે બૉલિંગ નથી કરતો. તેણે કહ્યું કે, “તે સ્પિનર્સ સામે કોઇપણ તક ગુમાવતો નથી. તે ઝડપી બૉલર્સ માટે આતંક છે. હું તેની સામે નેટ્સમાં ક્યારેય બૉલિંગ નથી કરતો. જ્યારે તમારી બૉલિંગમાં સતત 2 છગ્ગા લાગે છે ત્યારે તમે દબાણમાં આવી જાઓ છો.”

કુલદીપે કહ્યું કે, “એ મહત્વપૂર્ણ છે કે તમે કઇ રીતે પુનરાગમન કરો છો બેટ્સમેનને આઉટ કરવા માટે ફક્ત એક બૉલની જરૂર પડે છે. તમે આનાથી કોઇપણ ખેલાડીનાં સ્વભાવને સમજી શકો છો.” કુલદીપે હજુ સુધી 6 મેચોમાં ફક્ત 3 વિકેટ લીધી છે, પરંતુ ભારતનાં આ ચાઇનામેન બૉલરે કહ્યું કે, તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને તે પરિપક્વ ક્રિકેટર બની ગયો છે. તેણે કહ્યું કે, “હું વિકેટ નથી લઇ રહ્યો તેનો મતલબ એવો નથી કે હું સારી બૉલિંગ નથી કરી રહ્યો. હવે હું પરિપક્વ ક્રિકેટરની માફક રમી રહ્યું છે અને હું ટીમ વિશે વધારે વિચારું છું. ભલે હું વિકેટ ના લેતો હોઉં, પરંતુ ઇકોનોમી રેટ સારો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post બૉલર્સ માટે માથાનો દુ:ખાવો બનેલા રસેલને કુલદીપનો પડકાર, આ રીતે કરશે તંબૂ ભેગો appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/kuldip-yadav-gave-trick-for-taking-wicket-of-andre-russell/
via Best Gujarati News

0 Comments