IPL 2019: પોલાર્ડે ખોલ્યું મુંબઈની જીતનું રહસ્ય, આ એક હથિયારથી અપાવ્યો રોમાંચક વિજય
કીરોન પોલાર્ડની 83 રનની તોફાની ઇનિંગથી મુંબઈ ઇન્ડિયન્સે બુધવારનાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે છેલ્લા બૉલ પર 3 વિકેટથી જીત મેળવી હતી. કેરેબિયાઈ ક્રિકેટરે ત્યારબાદ કહ્યું કે તેની સફળતાનું રહસ્ય શાંત રહેવું એ છે. ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમની કેપ્ટનશિપ કરી રહેલા પોલાર્ડે 31 બૉલમાં પોતાની ઇનિંગમાં 10 છગ્ગા લગાવ્યા અને મુંબઈને જીત અપાવી દીધી હતી. તે છેલ્લી ઑવરમાં શરૂઆતમાં આઉટ થઇ ગયો હતો, પરંતુ અલઝારી જોસેફ મુંબઈની જીત અપાવી હતી.
પોલાર્ડને જ્યારે પુછવામાં આવ્યું કે શું આ તેની શ્રેષ્ઠ ઇનિંગ હતી? તેના જવાબમાં તેણે કહ્યું કે, “તમે હા પણ કહી શકો છો અને ના પણ. મહત્વપૂર્ણ એ છે કે અમે મેચ જીતવામાં સફળ રહ્યા. હું દબાણમાં શાંત રહ્યો. હું મેચ પુરી કરવા ઇચ્છતો હતો. અંતિમ ક્ષણોમાં શાંત રહેવું સારું રહ્યું.” પોલાર્ડે કહ્યું કે, “દરેક ખેલાડીએ પોતાની તરફથી ભરપુર યોગદાન આપ્યું. આ માટે આ રમતને ટીમની રમત કહેવામાં આવે છે.”
આ પહેલા વેસ્ટઇન્ડીઝનાં ક્રિસ ગેલે 36 બૉલમાં 63 રનની ઇનિંગ રમી જેમાં 6 છગ્ગા સામેલ હતા, પરંતુ પોલાર્ડ બંને વચ્ચે કોઇપણ પ્રકારની હરિફાઇ નથી માનતો. પોલાર્ડે કહ્યું કે, “અમારા માટે આ હરિફાઈ નથી. અમે જે આ કરી રહ્યા છીએ તે રમતનાં આનંદ લેવા સાથે જોડાયેલું છે. રાહુલે પણ સારી બેટિંગ કરી અને કેટલાક આકર્ષક શૉટ લગાવ્યા. તે ફૉર્મમાં પણ આવી ગયો છે. જ્યારે તમે તમારા મગજમાં કોઇ જ વાત નથી રાખતા ત્યારે ક્રિકેટનો આનંદ લઇ શકો છો.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post IPL 2019: પોલાર્ડે ખોલ્યું મુંબઈની જીતનું રહસ્ય, આ એક હથિયારથી અપાવ્યો રોમાંચક વિજય appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/kieron-pollard-said-the-secret-about-win-against-kxip/
via Best Gujarati News
0 Comments