ટ્રેડવોર : યુએસ-ડ્રેગનની ફાઇટમાં ગ્લોબલ ઇકોનોમી જોખમમાં
વોટ્સએપ કોર્પોરેટ : કલ્પેશ શેઠ
”અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ગળે ગાળિયો નાખવા માટે ફ્રી એકવાર પેંતરો રચીને આશરે ૨૦૦ અબજ ડોલરનો ડયૂટી બોજ નાખવાનો નિર્ણય કર્યો છે. બિશન અને ડ્રેગનની આ ફઇટમાં વૈશ્વિક ઇકોનોમી સામે ખતરો ઊભો થયો છે. અમેરિકામાં ચીનથી આયાત થતી આશરે ૬,૦૦૦ વસ્તુઓ પર અગાઉ ડયૂટી ૧૦/ ટકા હતી તે વધારીને રાતોરાત ૨૫ ટકા કરી દેવામાં આવી છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ ટ્રમ્પ ચીનને દબાવવાની ચીમકી આપતા જ હતા. છેલ્લા એકાદ વર્ષથી અમેરિકાએ ચીનને આર્થિક મામલે પછાડવાની રણનીતિ બનાવી છે જેના ભાગ રૂપે ટ્રેડવોર-૧ પ્રસ્તુત થઈ ચૂકી છે. આ એક વર્ષ દરમિયાન ઘણીવાર સમાધાનના પ્રયાસો થયા હતા, બંને દેશનાં પ્રતિનિધિઓ મિટિંગ પણ કરી ચૂક્યા છે. પણ ટ્રમ્પ ગમે તેટલી સુફ્યિાણી વાતો કરે અંતે તો કહેવાય છે ને કે ભૂવો ધૂણે તો પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે ..! ટ્રમ્પ કદી પોતાનો લાભ નહીં છોડે.
ગ્લોબલ પ્લેટફેર્મ પર અમરિકાને હંફવવા માટે ચીન સૌથી મોટું દાવેદાર હોવાથી અને એશિયન ઇકોનોમીને કંટ્રોલમાં રાખવા માટેની ચાલ રૂપે અમેરિકા ચીન તથા ભારત જેવા દેશોને સમયાંતરે આવા ”ડામ” આપતા રહે છે. આ વખતે તો ટ્રમ્પ સાહેબની ટ્વિટ પણ આવી ગઈ છે… NO rush to get a deal, America would profit from terrif..! ચર્ચા તો એવી પણ ચાલી છે કે આગામી દિવસોમાં ચીનની તમામ ચીજવસ્તુઓ પર ટેરિફ આવશે જે વધારાનો ૩૨૫ અબજ ડોલરનો બોજ નાખશે. સામાપક્ષે અમેરિકાના ૪ આ પ્રહાર બાદ સમસમી ગયેલું ચીન બદલાના ભાગ રૂપે અમેરિકાથી ચીન આવતી વસ્તુઓ પર ટેરિફ લાદશે. આ ગણતરી કરી ચૂકેલા અમેરિકાના ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીનાં મોટાં માથાઓમાં ગણગણાટ વધી ગયો છે કારણકે હવે આ ક્ષેત્રની આઈટમો મોંઘી થશે. અર્થાત હાલમાં જે શિપમેન્ટ નીકળી ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં છે તે આઇટમોનાં ભાવ પણ ઊંચકાશે જેનો નફે વેપારીઓને થવાનો છે. એપ્રિલ-૧૮માં અમેરિકાએ ચાઇનીઝ અમુક ઇમ્પોર્ટ ઉપર ૨૫ ટકા ડયૂટી નાખીને ૫૦ અબજ ડોલરનો ફ્ટકો માર્યો હતો. ત્યાર બાદ સપ્ટેમ્બર-૧૮માં ૧૦ ટકા ડયૂટીનાં વધારા સાથે ૨૦૦ અબજ ડોલરનો બોજ વધાર્યો, આ બોજને સમયાંતરે પાછો ઠેલવામાં આવ્યો પણ હવે અંતિમ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
ટ્રમ્પ સાહેબની આ જાહેરાત અમેરિકાને કોઈ બહુ મોટો ફયદો કરી દેશે તેવું અમેરિકન ઇકોનોમિસ્ટો પણ માનતા નથી. તેથી જ શુક્રવારે S&P ૫૦૦ આશરે એક ટકા જેટલો તૂટી ગયો હતો. વોલસ્ટ્રીટમાં છેલ્લા એક વર્ષનું આ સૌથી ખરાબ સપ્તાહ ગણાશે. આ જંગના કારણે આ બે દેશોની જ નહીં વિશ્વની ઇકોનોમીઓ ડિસ્ટર્બ થવાની ચિંતા ઊભી થઈ છે. ઇકોનોમિસ્ટો કહે છે કે અમેરિકાના આ પગલાંથી વિશ્વએ ૨૦૧૯માં જે કોઈ પ્રગતિ કરી છે તે એક વર્ષ પાછળ ઠેલાઈ શકે છે. અમેરિકામાં જ ઇકોનોમી નબળી પડવાના ચાન્સ છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ફેડરલ રિઝર્વ બેન્કના ઇકોનોમિસ્ટોના મતે હવે અમેરિકામાં ફુગાવો વધશે. ચીનથી થતી આયાતની અસર પર્સનલ કન્ઝમ્પ્શન ઉપર માત્ર ૧.૭ ટકા તથા વ્યવસાયિક રોકાણો ઉપર ૫.૪ ટકા જેટલી અસર કરશે. આમ છતાં જ્યારે ૨૫ ટકા જેટલી ઊંચી હોય ત્યારે આ નાનો હિસ્સો પણ નુકસાનીમાં મોટો ફળો આપતા હોય છે. આના કારણે જૂના ટેરિફ્ની અસર ક્ન્ઝયુમર પ્રાઇસ ઇન્ફ્લેશન પર ૦.૧ ટકા જેટલી પડતી હોય તો ૨૫ ટકા ડયૂટી પ્રમાણે તે ૦.૪ ટકા જેટલી થઈ જાય છે. જ્યારે ૦.૪ ટકા વાળી અસર વધીને ૧.૪ ટકા જેટલી થઈ જાય છે.
આપણી ભાષામાં કહીએ તો બે પાડા લડે એમાં ઝાડનો ખો વળે..! આજે વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશ એવો હશે જે અમેરિકા તથા ચીન સાથે કારોબાર નહીં કરતો હોય. આવા તમામ દેશોને પ્રતિકૂળ અસર પડી શકે છે. ખાસ કરીને જે દેશ ચીન સાથે મોટા પાયે બિઝનેસ કરતો હશે અને અમેરિકા સાથે ઓછો બિઝનેસ કરતો હશે તેને અમેરકા સાથેના બિઝનેસમાં વધારે ભોગવવાનું આવશે એ વાત નક્કી છે. અહીં ઇન્ડિકેટરની સોય ભારત તરફ જાય છે..!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટ્રેડવોર : યુએસ-ડ્રેગનની ફાઇટમાં ગ્લોબલ ઇકોનોમી જોખમમાં appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/tradewar-bison-dragon-f/
via Best Gujarati News
0 Comments