મીડ કેપ વ્યૂ  : નયન પટેલ

ઈલેક્શનના ૨ ફેઝ બાકી છે અને એ પહેલાંના સપ્તાહમાં નિફ્ટીમાં ૪૩૩ પોઇન્ટનો કડાકો જોવા મળ્યો છે. સતત ૮ દિવસ સુધી નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ ઘટાડા માટે ઓવરબોટ માર્કેટ પોઝિશનની સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટસ અને ગ્લોબલ માર્કેટનો ઘટાડો પણ કારણભૂત છે. ચાઇના સાથે ઘણા સમયથી ચાલી રહેલ ટ્રેડડીલને અચાનક તોડવાની જાહેરાત ટ્વિટ ઉપર કરવાની સાથે સાથે ચાઇના ઉપર ટેરિફ નાખવાની જાહેરાતના લીધે એશિયન માર્કેટ્સમાં સપ્તાહ દરમિયાન જોરદાર ઘટાડો જોવાયો. સપ્તાહ દરમિયાન જાહેર થયેલ પરિણામોમાં પણ મોટા ભાગના પરિણામો ધારણા કરતાં નબળા રહેતા સેન્ટિમેન્ટ વધારે ખરાબ થયું.

જોકે ઇલેકશનના પરિણામોના એક્ઝિટ પોલ અને એક્ચ્યુલ પરિણામો પહેલાં માર્કેટના આ ઘટાડા બાદ જો માર્કેટને ગમતા પરિણામો આવી જાય છે તો ઉપરમાં વધવાની જગ્યા બની છે જ્યારે માર્કેટને ગમતા પરિણામો નથી આવતા તો પણ ઘટવાની જગ્યા ઓછી રહી છે આવામાં આવનાર સપ્તાહ દરમિયાન જો ક્વોલિટી શેર્સ પેનિકમાં મળે છે તો ૧૦૦ રૂપિયામાંથી ૬૫ રૂપિયાનું રોકાણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એસ્ટ્રો ટેક્નો વ્યૂ મુજબ નિફ્ટીમાં હવે ૧૧,૧૮૦ અને ૧૧,૩૬૦ની સાપ્તાહિક ટ્રેડિંગ રેન્જ રહેશે જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૫૦થી ૨૦૦ પોઇન્ટની ચાલ જોવાશે.

ડાર્ક હોર્સ : રુચિરા પેપર્સ લિમિટેડ (૫૩૨૭૮૫ અને એનએસઈ) (૯૨.૪૫) (ફેસ વેલ્યૂ રૂ. ૧૦)

કંપનીની ઇક્વિટી રૂ.૨૪.૨૫ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૧૯૦ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટરો ૬૪.૦૭ ટકા અને પબ્લિક ૩૫.૯૩ ટકા હિસ્સો ધરાવે છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીએ તેના ક્રાફ્ટ પ્લાન્ટમાં મોડર્નાઇઝેશન કર્યું હતું જેનો ફયદો કંપનીને આગળ જતા મળવા લાગશે સાથે કંપની નવો એક પ્લાન્ટ નાખવા જઈ રહી છે જેના માટે કંપનીએ ઓલરેડી ૧૦૭ એકર જમીન પંજાબમાં લઇ લીધી છે. કંપનીએ તેના પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપને રૂ.૧૪૦.૫ના ભાવે પ્રેફ્રેન્શિયલ શેર્સ એલોટ કર્યા હતા.

જેને કંપનીએ શેર્સમાં કન્વર્ટ કરી દીધા છે એટલે કે પ્રમોટરોએ રૂ. ૧૪૦.૫ના ભાવે રોકાણ કર્યું છે જેની સાથે આ સ્ટોક ખૂબ જ નીચા મથાળે મળી રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીએ રૂ.૩૬૫.૩૫ કરોડના વેચાણ ઉપર રૂ. ૨૯.૯૭ કરોડનો નફે અને રૂ. ૧૨.૯૬ની ઈપીએસ હાંસલ કરી છે. માર્ચ ક્વાર્ટર માટે અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ પેપર, ઓરિએન્ટ પેપર, જે કે પેપર જેવી કંપનીઓએ બમ્પર પરિણામો જાહેર કર્યા છે ત્યારે આ કંપની પાસેથી પણ મજબૂત પરિણામોની અપેક્ષા છે. સ્ટોક હાલમાં માત્ર ૬ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૮૫ના સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.

સ્ટોક વોચ : વિરિન્ચી લિમિટેડ (૫૩૨૩૭૨) (૭૫.૪૫) (ફેસ વેલ્યૂ રૂ.૧૦)

૧૯૯૦માં સ્થપાયેલી આ કંપની આઈટી પ્રોડક્ટ્સ, આઈટી સર્વિસિસ જેવા ડિવિઝન સાથે ૩૫૦ પથારીની હોસ્પિટલ પણ ધરાવે છે. કંપનીની ઇક્વિટી રૂ.૩૧.૧૭ કરોડ છે જેની સામે કંપની પાસે રૂ.૨૧૫.૪૮ કરોડનું જંગી રિઝર્વ છે. કંપનીમાં પ્રમોટર્સ ૪૩.૫૮ ટકા અને પબ્લિક ૫૬.૩૪ ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના શેરની બુક વેલ્યૂ રૂ. ૭૮.૪૭ ટકા જેટલી ઊંચી છે અને સ્ટોક હાલમાં ૧થી નીચા પ્રાઇઝ ટુ બુક વેલ્યૂથી ક્વોટ થઇ રહ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફે ૭૧ ટકા વધીને રૂ.૧૫.૨૨ કરોડ થયો હતો જ્યારે આવક ૨૪ ટકા વધીને રૂ. ૧૦૬.૦૬ કરોડ રહી હતી.

નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીનો નફે ૭૫ ટકા વધીને રૂ. ૪૨.૦૩ કરોડ થયો છે જ્યારે કંપનીની આવક ૨૦.૫૫ ટકા વધીને રૂ. ૩૦૬.૨૬ કરોડ રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૯ના પહેલા નવ મહિનામાં કંપનીએ રૂ. ૧૩.૪૯ની ઈપીએસ હાંસલ કરી છે અને કંપનીએ નવ મહિનામાં જ ગત આખા વર્ષ કરતા ૨૭.૨૮ ટકા વધારે નફે હાંસલ કરી લીધો છે. વર્તમાન ભાવે સ્ટોક માત્ર ૪.૬ના સાવ જ નીચા પીઈથી ક્વોટ થઇ રહ્યો છે અને તેના બાવન સપ્તાહના હાઇ ભાવ રૂ. ૧૨૭ સામે ૪૧ ટકા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. રોકાણ માટે આ સ્ટોક વર્તમાન ભાવે ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. જો તમારા નાણાકીય સલાહકાર પરમિશન આપે તો સ્ટોકમાં રૂ. ૬૫ના ચુસ્ત સ્ટોપલોસ સાથે રોકાણ કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ટ્રમ્પના ટ્વિટ બોમ્બથી ગ્લોબલ માર્કેટ્સ ધરાશાયી! appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/trump-tweet-bombs-crash-global-markets/
via Best Gujarati News

0 Comments