આ સપ્તાહે શેરબજારમાં એકંદરે વાતાવરણ મંદી તરફી રહેવાની શક્યતા
બજારોનું ભવિષ્ય : અમીષ પટેલ
(તા. ૧૩-૫-૧૯થી તા. ૧૭-૫-૧૯ સુધીનું)
શેરબજાર : ગત સપ્તાહમાં મેં જણાવ્યું હતું કે, દરેક ઉછાળે વેચવાલી આવે અને બજાર મંદી તરફી જોવા મળશે અને જે જોવા મળ્યું. ગત સપ્તાહમાં બેન્ક શેર, મિડકેપ શેર તથા શેરોની કેટલીક ઊંચી જાતોમાં બજારમાં એક ગભરાટ જોવા મળ્યો. તો જોઈએ હવે આ સપ્તાહમાં ગ્રહો બજારને કઈ તરફી લઈ જશે.
આ સપ્તાહના ગ્રહયોગ જોતાં શેરબજારમાં બંને તરફી વધઘટ જોવા મળે. વધઘટે બજાર મંદી તરફી જોવા મળે. સપ્તાહના આરંભે બજારમાં થોડો ઘણો સુધારો આવે પણ આ સુધારો ટકે નહીં. કારણ કે જ્યારથી મંગળ મિથુન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારથી બજારમાં મંદીની ચાલ જોવા મળી છે. નેગેટિવ કારણો બજારમાં આવે છે. જેને કારણે વેચવાલી જોવા મળે છે. જેથી ઇન્વેસ્ટરોએ નવું જોખમ હજુ કરવું નહીં. સપ્તાહના મધ્યે બજારમાં મોટી વેચવાલી આવે. તા. ૧૫, ૧૬ બજાર મંદી તરફી રહે. આમ આ સપ્તાહમાં ઉછાળે વેચનારની જીત જણાય. સેન્સેક્સ તથા નિફ્ટી આંક વધઘટે નરમ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
એરંડા, તેલ, તેલીબિયાં : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં એરંડામાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની માગ વધતી જણાય. ઘરાકી સુધરતી જણાય. સપ્તાહના અંત સુધી એરંડામાં તેજી જોવા મળે. ખાદ્યતેલ, સિંગતેલ, અળસી તેલ વગેરેમાં તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. અળસી, કપાસિયા, રાયડો વગેરેમાં સપ્તાહના અંત સુધી તેજી જોવા મળે.
અનાજ-કઠોળ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરેમાં તેજી જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની માગ વધતી જણાય. સપ્તાહના અંત સુધી અનાજમાં તેજી જોવા મળે.વાલ, વટાણા, મગ, મઠ, ચણા, તુવેર વગેરેમાં તેજી જોવા મળે. સ્ટોકિસ્ટોની લેવાલી નીકળતી જણાય. સપ્તાહના અંત સુધી કઠોળમાં તેજી જોવા મળે.
સોના-ચાંદી : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં સોનામાં સપ્તાહના આરંભે ભાવ ટકેલા રહે. ખરીદી નીકળતી જણાય. સપ્તાહના મધ્યે સોનામાં એકાદ તેજીનો ઉછાળો જોવા મળે. સ્થાનિક તથા દેશાવરની લેવાલી નીકળતી જણાય. આમ વધઘટે સપ્તાહના અંત સોનામાં ભાવ ટકેલા રહે. આ સપ્તાહમાં ચાંદીમાં પણ સપ્તાહના આરંભે ભાવ ટકેલા રહે. સ્ટોકિસ્ટોની પૂછપરછ નીકળતી જણાય. સપ્તાહના મધ્યે ઔદ્યોગિક વપરાશકારોની માગ વધતાં ચાંદીમાં તેજી જોવા મળે. આમ વધઘટે સપ્તાહના અંતે ચાંદીમાં ભાવ ટકેલા રહે.
રૂ-કાપડ : આ સપ્તાહના ગ્રહયોગ જોતાં રૂમાં તેજી જોવા મળે. રૂની કેટલીક સારી જાતોમાં ખરીદી નીકળતી જણાય. મિલર્સની માગ વધતી જણાય. સપ્તાહના અંત સુધી રૂમાં તેજી જોવા મળે. આ સપ્તાહમાં કાપડ માર્કેટમાં પણ તેજી જોવા મળે. સ્થાનિક ઘરાકી નીકળતી જણાય. કોટન કાપડ તથા રેડિમેડ ગાર્મેન્ટ તથા કાપડની કેટલીક સારી જાતોમાં લેવાલી નીકળતી જણાય. પાવરલૂમ્સ તથા પ્રોસેસ હાઉસમાં પણ કામકાજ સુધરતાં બજારમાં આશાજનક વાતાવરણ જોવા મળે તેવું ગ્રહોની દૃષ્ટિએ જણાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ સપ્તાહે શેરબજારમાં એકંદરે વાતાવરણ મંદી તરફી રહેવાની શક્યતા appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/the-prospect-of-the-overall-atmosphere-in-the-stock-market-to-be-depressed-this-week/
via Best Gujarati News
0 Comments