ઇક્વિટી એ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાનો માર્ગ છે, જાણો કેવી રીતે
SME વોચ : મધુ લુણાવત
ઘણી વખત આપને ટ્રેન્ડિંગ ઇન્ડસ્ટ્રીઝ, હોટ સ્ટોક્સ, આગામી મલ્ટિ બેગર્સ વગેરે વિશે જાણવા માગતા રોકાણકારો તરફથી પૂછપરછ થતી હોય છે. ઝડપથી આગળ વધતા જીવનની સાથે દરેક વ્યક્તિ તેને પ્રાપ્ત કરવા માટે ઝડપી કૂદકો મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ રોકાણકારો એ સમજવામાં નિષ્ફળ રહ્યા છે કે ઇક્વિટી હંમેશાં લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાનો રસ્તો છે.
એસએમઈ કેપિટલ માર્કેટ – લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરનાર
હકીકતમાં ઇક્વિટી એ એક રીતે ઊંચું જોખમ-વધારે રિટર્ન ધરાવતું ઇન્વેસ્ટમેન્ટ ટૂલ્સ છે. રોકાણકારોને કહેવામાં આવ્યું છે કે ઇક્વિટી સ્ટોક ખાસ કરીને એસએમઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ખચકાવવું જોઈએ નહીં. જો તમે ભારતના એસએમઈ કેપિટલ માર્કેટને ધ્યાનથી જોશો તો અત્યાર સુધીમાં ૪૯૫ એસએમઈના લિસ્ટિંગ સાથે વૈશ્વિકસ્તરે સૌથી ઝડપી વિકાસતું માર્કેટ બન્યું છે. મજબૂત ફન્ડામેન્ટલ્સ સાથે ક્વોલિટી એસએમઈ સ્ટોક અને વૃદ્ધિની પ્રબળ સંભાવનાઓ સાથે ભારતીય એસએમઈ માર્કેટ વિતેલા પાંચ વર્ષમાં સરેરાશ ૪૦ ટકાનું રિટર્ન આપ્યું છે. નીચા દર્શવવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખો અને લાંગા ગાળાના ઉદ્દેશ્ય સાથે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો.
લક્ષ્યાંક નક્કી કરો
તમે જ્યારે મુસાફરી શરૂ કરો છો ત્યારે તમને તમારા ગંતવ્યની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. તેવી જ રીતે દરેક રોકાણ લાંબા-ગાળાના ઉદ્દેશ્ય સાથે કરવું જોઈએ. એનો મતલબ છે કે ઓછામાં ઓછા ત્રણથી પાંચ વર્ષનો સમયગાળો નક્કી કરવો જોઈએ. તમારી જોખમ સહન કરવાની ક્ષમતાની ગણતરી કરો અને પછી તમારી જરૂરિયાતો અને ઇચ્છાઓ વચ્ચે રેખા ખેંચો. કારણ કે, જરૂરિયાતો મૂળભૂત છે અને માગો અમર્યાદિત છે જેથી લાલચ ઉત્પન્ન થાય છે.
ટોળાનું અનુકરણ ક્યારેય કરવું નહીં :
આવતી કાલના બેસ્ટ સ્ટોક્સ, મલ્ટિ બેગર્સ, હોટ સેલિંગ સ્ટોક વગેરે વર્તમાન સમયમાં મોટા પ્રમાણમાં સંભળાતા સામાન્ય શબ્દો પૈકીના છે. હંમેશાં તમારે તમારુ હોમ વર્ક જાતે કરવું જોઈએ. બધા જે નિર્ણય લે તેના કરતા તમે જે નિર્ણય લઈ રહ્યા છે તેની માહિતી તમને હોવી જોઈએ. એસએમઈ રોકાણકારોએ બે મહત્ત્વપૂર્ણ પાંસાઓને ધ્યાનમાં રાખવા જોઈએ જેમાં પ્રમોટર્સના બિઝનેસ મોડલના અને તેના બેકગ્રાઉન્ડની માહિતી હોવી જોઈએ. બિઝનેસ મોડલને વિગતવાર અને તેની ભવિષ્યની સંભાવનાઓનું મૂલ્યાંકન કરો, તેના ટકાઉપણા અને મૂળભૂત સિંદ્ધાતોને સમજો, પ્રમોટર્સના બેકગ્રાઉન્ડની તપાસ પણ કરવી જોઈએ.
ગુણવત્તાયુક્ત બિઝનેસમાં રોકાણ કરો
ભૂતકાળમાં એવું જોવા મળ્યું છે કે નોન-લિસ્ટેડ કંપનીઓનું જ્યારે લિસ્ટિંગ કરાવવામાં આવ્યું છે જ્યારે લિસ્ટિંગથી ફાયદો થયો છે. ઇક્વિટી કેપિટલ માર્કેટ જે-તે કંપનીના બિઝનેસના વિસ્તરણ અને વિકાસની સુવિધા પૂરી પાડે છે જેના પગલે રોકાણકારોને સંપત્તિ સર્જનની ક્ષમતા પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત એસએમઈ આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોકાણકારોને એક અત્યાર સુધી પ્રવેશ ન કર્યો હોય તેવા બજારમાં રોકાણ કરવાની તક પ્રાપ્ત થાય છે જ્યાં નવા બજારોને સંપૂર્ણપણે વિકસિત કરવાની મોટી ક્ષમતા રહેલી છે.
ઉપસંહારઃ
કેટલીક વખત બજારની અફરાતફરીમાં ફાયદો થતો હોય છે પરંતુ દરેક સમયે બજારમાં આવું બને તે લગભગ શક્ય નથી. કોઈ પણ વ્યક્તિ ક્યારેય જાણી શક્તી નથી કે આગામી નીચી સપાટી તમને બજારમાંથી બહાર ફેંકી શકે છે. તેથી ઇક્વિટીમાં રોકાણ કરતા પહેલાં હંમેશાં લાંબા ગાળાનો દૃષ્ટિકોણ રાખવો જોઈએ. આ માટે તમારી નાણાકીય તરલતાની જરૂરિયાતોની પહેલાંથી જ ગણતરી કરી લો. તમે વિશ્વાસ કરો છો તેવા બિઝનેસમાં રોકાણ કરો. ડરને તમારા રોકાણના નિર્ણય ઉપર હાવી થવા દેવો જોઈએ નહીં. ઇક્વિટીમાં રોકાણ કરો કારણ કે તેની પાસે તમારા જેવા ઘણા રોકાણકારો માટે લાંબા ગાળાના વળતરની શક્તિ સમાયેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇક્વિટી એ લાંબા ગાળે સંપત્તિનું સર્જન કરવાનો માર્ગ છે, જાણો કેવી રીતે appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/equity-is-a-way-to-create-wealth-in-the-long-run-know-how/
via Best Gujarati News
0 Comments