ચાર્ટ કોરિડોર : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઈ. ઇન્ડેક્સ (૩૭,૪૬૩)    : મિત્રો, બી.એસ.ઈ. ઇન્ડેક્સ ગત્ સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૯૬૩ સામે ગેપમાં નીચે તરફ ૩૮,૭૧૯૦૦ના મથાળે ખૂલી ઉછાળા સ્વરૂપે ૩૮,૮૩૫ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ભારે નફારૂપી વેચવાલી નીકળતાં સતત ઘટી નીચામાં ૩૭,૩૭૦ની સપાટી સ્પર્શી અંતે ૩૭,૪૬૩ના મથાળે બંધ રહેલ છે. જે તેના આગલા સાપ્તાહિક બંધ ૩૮,૯૬૩ની સરખામણીમાં ૧,૫૦૦ પોઇન્ટનો બ્રેકડાઉન સમો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન અચાનક ઓલરાઉન્ડ નફારૂપી વેચવાલી નીકળી હતી. વૈશ્વિક બજારોમાં ભારે અનિશ્ચિતતા સર્જાતા સેન્ટિમેન્ટ ઓર ખરાબ થયું હતું. અપેક્ષાથી ઊણાં ત્રિમાસિક-વાર્ષિક કોર્પોરેટ પરિણામોએ નફારૂપી વેચવાલીને વેગ આપ્યો હતો. ઇન્ટ્રાડે અફરાતફરીનું પ્રમાણ અત્યંત ઊંચું રહ્યું હતું. એકંદરે આંતરપ્રવાહો સાવચેતીભર્યાંથી નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો… ૩૭,૨૨૦ના ટેકાને અનુલક્ષી ૩૦,૦૦૦ના સ્ટોપલોસથી રોકાણ કરવું અથવા જાળવવું. ઉપરમાં વધઘટે ૪૩,૮૦૦ તરફી ચાલ જોવાશે.

હવે આગામી સપ્તાહ અગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો… ૩૭,૬૫૧ નજીકની તથા ૩૭,૭૮૦-૩૭,૮૩૦ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩૭,૯૦૬નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭,૨૩૧-૩૭,૧૬૮ની આરંભિક નીચી સપાટી આવશે, જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવો. જ્યાં ઉછાળા જોવાશે. ખરાબ સંજોગોમાં ૩૭,૧૬૮ તૂટતાં ૩૬,૯૨૮નું પેનિક જોવાશે. ખરાબ સંજોગોમાં ૩૭,૧૬૮ તૂટતાં ૩૬,૯૨૮નું પેનિક જોવાશે. ઉપરમાં ૩૭,૯૦૬ પાર થતાં ૩૮,૧૭૦ સુધીનો વધુ ઉછાળો જોવાશે.

નિફ્ટી મે ફ્યૂચર (૧૧,૩૦૭) : ૧૧,૩૬૨ તથા ૧૧,૩૯૮ નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૧,૩૯૮ પાર થતાં ૧૧,૪૨૦-૧૧,૪૪૬ તથા ૧૧,૪૯૦-૧૧,૫૨૦ના ઉછાળા આવશે. ઓવરઓલ ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૧,૫૭૪નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૧,૨૬૬ તથા ૧૧,૨૩૦ મહત્ત્વના ટેકા છે, જ્યાં લેવાલી જોવાશે. લેણમાં ચુસ્ત ૧૧,૨૩૦નો સ્ટોપલોસ રાખવો. ખરાબ સંજોગોમાં ૧૧,૨૩૭ તૂટતાં ૧૧,૧૧૧નું પેનિક જોવાશે.

બેન્ક નિફ્ટી મે ફ્યૂચર (૨૯,૦૮૮) : ૨૯,૨૫૯ નજીકની તથા ૨૯,૪૧૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૯,૪૧૯ પાર થતાં ૨૯,૬૪૯ તથા ૨૯,૮૦૦ના ઉછાળા આવી શકશે. ઓવરઓલ ઉછાળે વેચવાલી જોવાશે. વેચાણમાં ૨૯,૯૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૮,૯૦૨ નજીકનો ટેકો છે, જે તૂટતાં ૨૮,૬૯૮-૨૮,૬૩૪ની આરંભિક નીચી સપાટી આવી શકશે. જે મુખ્ય ટેકો ધ્યાનમાં રાખવો. જ્યાં લેવાલીની શક્યતા રહેશે. અત્યંત ખરાબ સંજોગોમાં ૨૮,૬૩૪ તૂટતાં ૨૮,૫૦૬-૨૮,૪૪૧નું પેનિક જોવાશે.

આઈસીઆઈસીઆઈ બેન્ક (૩૮૫) : ૩૯૩ નજીકની તથા ૪૦૧ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪૦૭નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૭૫ તથા ૩૬૮-૩૬૪ની નીચી સપાટી આવશે.

એક્સિસ બેન્ક (૭૨૪) : ૭૪૦ તથા ૭૪૫-૭૪૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૫૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૨૬ તથા ૭૧૫નો ઘટાડો જોવાશે.

એચડીએફસી (૧,૯૩૧) : ૧,૯૫૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧,૯૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧,૮૮૦ તથા ૧,૮૫૮-૧,૮૩૦નો ઘટાડો જોવાશે.

બજાજ ફાઇનાન્સ (૨,૯૨૧) : ૨,૯૬૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૨,૯૯૫નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૮૭૨ની આરંભિક નીચી સપાટી આવી શકશે, જે મહત્ત્વનો ટેકો છે. ૨,૮૭૨ નીચે બંધ આવતાં ૨,૮૪૫, ૨,૮૦૯ તથા ૨,૭૫૨નું પેનિક જોવાશે. ઉપરમાં ૨,૯૯૫ પાર થતાં ૩,૦૬૦-૩,૦૭૦ના છેતરામણા ઉછાળા આવી શકશે.

બજાજ ઓટો (૨,૯૭૧) : ૨,૯૯૪ તથા ૩,૦૦૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૩,૦૨૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨,૯૪૪ તથા ૨,૮૯૯નો ઘટાડો જોવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ૩૭,૨૩૧-૩૭,૧૬૮ અત્યંત મહત્ત્વનો ટેકો વધુ ઘટાડે ધ્યાનમાં રાખવો appeared first on Sandesh.



from Business @ Sandesh – Sandesh http://sandesh.com/37231-37168-extremely-important/
via Best Gujarati News

0 Comments