નફો બુક કરી બજારથી દૂર રહો
સેક્ટર વોચ : આશુતોષ દેસાઇ
આ કોલમ મારફ્ત આપણે દર સપ્તાહે કોઈકને કોઈ સેક્ટરની વાતો કરતા હોઈએ છીએ. પરંતુ છેલ્લાં બે સપ્તાહથી બજારમાં જે પ્રમાણે ચાલ જોવા મળી રહી છે તે જોતા નિઃશંક એમ કહેવું પડે કે, હાલના સંજોગોમાં બજારથી દૂર રહેવું જ હિતાવહ જણાય છે. આથી જ આ સપ્તાહે કોઈ એક જ સેક્ટરની વાત નહીં કરતાં મોટાભાગના તમામ સેક્ટરને આવરી લઈ એ કહેવાનો પ્રયત્ન કરવો છે કે ભારતીય શેરબજારોમાં હમણાં શા માટે થોડાં શાંત બેસવાની જરૂર છે. ગત સપ્તાહના ગુરુવારે એટલે કે ૦૯-૦૫-૨૦૧૯ના રોજ નિફ્ટી ઇન્ડક્સની સાપ્તાહિક એક્સ્પાયરી હતી જેમાં છેલ્લાં ત્રણ દિવસથી (ગત સપ્તાહના સોમ, મંગળ અને બુધવાર) ચાલતી વેચવાલીનો દોર થોડો અટકવાની જગ્યાએ નવું વેચાણ આવતું જ રહેતું જોવા મળ્યું. જે લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત પહેલાંની અનિશ્ચિતતામાં ફ્રતાં બજારને વધુ નબળાઈ તરફ ઢકેલી ગયું. હવે હાલ બજારમાં આ એ દોર ચાલી રહ્યો છે જ્યારે અનેક જાતની અફ્વાઓ અને અનેક જાતના કારણો સામે આવી શકે જે બજારને વધુ વોલેટાઇલ બનાવી શકે.
પરંતુ, હાલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ સમાચારો સારા નથી આવી રહ્યા અને તેથી જ બજારમાં સેક્ટરવાઇસ થોડાં સંજોગો જોઈ લેવાની જરૂર છે. સૌથી પહેલાં યુએસ-ચાઈના ટ્રેડ વોર, જે હજી પણ ચાલુ છે અને હવે થોડાં વધુ ગંભીર પ્રકરણ તરફ જઈ રહી છે. જ્યાં યુએસ, ચાઈનિઝ પ્રોડક્ટ્સ પર ભારે કરવેરા નાખવાની ફિરાકમાં છે. જેને કારણે સ્ટીલ સેક્ટરમાં વેચવાલીનો દોર જળવાઈ રહેશે. સાથે જ ટ્રેડ ટેન્શનને કારણે ક્રૂડના ભાવો પણ વધશે એવી ભીતિ છે અને તેને કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં વેચાણ જોવા મળી શકે તો બીજી તરફ ક્રૂડને કારણે ઓટો કંપનીઓ પર પણ તેની અસર જોવા મળી શકે ખરી.
બીજું, બજારની હાલની હિલચાલ જોતા એ બરાબર સમજાય છે કે, આ ઘટાડા પછી હાલના સમયમાં (ચૂંટણી પરિણામો સુધીનો સમય) ધારો કે ઇન્ડેક્સબેઝ રિકવરી જોવા મળે પણ તો પણ સ્ટોક સ્પેસિફ્કિ હજીય નબળાઈ જળવાયેલી જ રહેશે. મોટા ભાગના શેરોમાં ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં કદાચ વધુ મોટો ઘટાડો જોવા નહીં મળે તેવું બને પરંતુ, તેની સામે જ કોઈ મોટો સુધારો પણ જોવા મળે તેમ જણાતુ નથી.
હવે અહીંથી એમ કહી શકાય કે હવે સમય પાકી ગયો છે, જ્યારે આપણાં પોર્ટફેલિયો કે ટ્રેડિંગ પોઝિશન સામે એક વખત નફે બુક કરી ગજવે કરી લેવો જોઈએ. અને ત્યારબાદ એકવાર શાંતિ રાખી કમ સે કમ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય ત્યાં સુધીની રાહ જોવી જોઈએ. ભલે આપણે નફે લઈ લઈએ પછી પણ બજાર ૧૦૦-૨૦૦ પોઇન્ટ વધી જાય, તેનો અફ્સોસ નહીં કરતાં જેટલી સ્ક્રિપ્ટમાં જેટલો નફે (ઓછો કે વધતો) મળતો હોય કે ઓછું કે વધતું નુકસાન પણ થતું હોય તો એકવાર તે ગજવે કરી લેવો જોઈએ. કારણ કે, હાલના તબક્કે બજાર એવા દોરમાં છે જ્યાં રોકાણકાર કે ટ્રેડર્સ જ્યાં હાથ નાખે ત્યાં દાઝવાનો વારો આવી શકે છે. એક ખૂબ સારા પોર્ટફેલિયો મેનેજરનું કહેવું છે કે, મોંઘં ખરીદવું સારું પણ વહેલું ખરીદવું નહીં. મોટા ભાગના ઇન્વેસ્ટરોને એમ લાગે છે કે ઇન્ડેક્સ વધ્યો ત્યારે સ્ટોક્સના ભાવો વધ્યા નથી તો ઇન્ડેક્સ ઘટશે ત્યારે પણ તેના ભાવો એટલાં મોટા પ્રમાણમાં ઘટશે નહીં. પરંતુ આ એક મોટી ગેરમાન્યતા છે. આવી આશાએ બેસી રહેવાય નહીં તેમાંય ખાસ કરીને ટ્રેડર્સ અને ટૂંકા ગાળાના રોકાણકારોએ આવી આશા નહીં જ રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નફો બુક કરી બજારથી દૂર રહો appeared first on Sandesh.
from Business @ Sandesh – Sandesh http://sandesh.com/profit-book-tax-market-away-stay/
via Best Gujarati News
0 Comments