કોન બનેગા Prime Minister! સટ્ટાબજારમાં રાહુલ ગાંધીનો બોલાય છે આટલો ભાવ
લોકસભાની ચૂંટણીનું આજે અંતિમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ત્યાર બાદ આગામી 23મી તારીખે પરિણામો જાહેર થશે. ગુજરાતમાં સટ્ટા બજારે ભારે જોર પકડ્યું છે. ગુજરાતમાં સટ્ટા બજારના અનુસાર ભાજપને 245થી વધારે સીટો નહીં મળે. જ્યારે સટ્ટા બજારમાં કોંગ્રેસને આશરે 80થી 82 સીટો આપી રહ્યું છે. ગુજરાતમાં પાંચ શહેરોમાં મોટા પ્રમાણમાં સટ્ટો રમાઇ રહ્યો છે. તેમાં ઉંઝા, મહેસાણા, અમદાવાદ, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.
સટ્ટા બજારના અનુસાર ઉત્તર પ્રદેશમાં ભાજપને 41થી 42 સીટો મળી રહી છે, જ્યારે રાજસ્થાનમાં 19-20 સીટો મળી રહી છે. બીજી તરફ આકર્ષણનું કેન્દ્ર બનેલું પશ્ચિમ બંગાળમાં સટ્ટાબજાર ભાજપને 9-10 સીટો મળી રહ્યું હોવાનું દર્શાવે છે. ભાજપે 2014ની ચૂંટણીમાં બંગાળમાં બે સીટો પર જીત મળી હતી જ્યારે પાર્ટી આ વખતે 22 પ્લસનું અનુમાન લગાવી રહી છે.
ભાજપનો ગઢ મનાતા ગુજરાતને લઈને સૌકોઈને ભારે ઉત્સુકતા છે. સટ્ટાબજાર ગુજરાતમાં ભાજપ 26માંથી 22-23 સીટો જીતશે તેવું અનુમાન લગાવી રહ્યું છે. 2014માં ભાજપે તમાને તમામ 26 સીટો પર જીતી હતી.
શું છે ગુજરાતના ભાવ?
સટ્ટા બજારમાં ગુજરાતને લઈને ભાવ પણ જુદા જુદા ચાલી રહ્યા છે. 21 બેઠકો માટે 27 પૈસા, 22 માટે 60 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે તો 23 સીટો માટે 1 પૈસાનો ભાવ ચાલી રહ્યો છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે ભાજપને 23 સીટ મળી શકે છે. આ ઉપરાંત 24 સીટો માટે 1.80 રૂપિયાની સામે 2.20 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. ગુજરાતની 26 સીટો માટે 7 પૈસાની સામે 8.50 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે.
રાજસ્થાન અને મધ્યપ્રદેશ જ્યાં તાજેતરમાં જ યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પરાજય મળ્યો હતો. જો કે હવે સટ્ટા બજાર રાજસ્થાનમાં ભાજપને 19-20 સીટો તો મધ્યપ્રદેશમાં 29માંથી 22 સીટો મળવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ ગઠબંધનને ગુજરાતનું સટ્ટા બજાર 32-33 બેઠકો મળશે તેવું અનુમાન લગાવે છે.
વડાપ્રધાન પદના ઉમેદવાર મુદ્દે વાત કરવામાં આવે તો સટ્ટાબજારમાં નરેન્દ્ર મોદી માટે 14 પૈસા ચાલી રહ્યો છે. જ્યારે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા મુદ્દે 5 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. સટ્ટાબજારમાં જેનો ભાવ ઓછો હોય તેના જીતવાની શક્યતા વધારે હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોન બનેગા Prime Minister! સટ્ટાબજારમાં રાહુલ ગાંધીનો બોલાય છે આટલો ભાવ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-modi-bjp-rahul-gandhi-congress-price-in-booky-market/
via Best Gujarati News
0 Comments