ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીના હત્યારા નાથૂરામ ગોડશેને દેશભક્ત ગણાવવાને લઈને ચારેકોરથી ઘેરાયેલી ભાજપને હવે સાથી પક્ષના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સલાહ આપી છે. સાથે જ તેમણે આટલી લાંબી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલ ખડાં કર્યા હતાં.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે પટનામાં મતદાન કર્યુ. આ દરમિયાન તેઓએ સાત તબક્કામાં કરાવવામાં આવેલ મતદાન અને તે માટેના સમયને લઈને સવાલો ઉઠાવ્યાં છે. નીતિશ કુમારે કહ્યું કે આટલી ગરમીમાં આટલી લાંબી ચૂંટણી ન થવી જોઈએ. આ ચૂંટણીને બેથી ત્રણ તબક્કામાં ફેબ્રુઆરી-માર્ચ માસમાં પૂર્ણ કરાવી દેવી જોઈએ. આ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરાવવી જોઈએ. આ દરમિયાન તેઓએ ભોપાલમાંથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરના ગોડસે પર નિવેદનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભાજપે તેમને પાર્ટીમાંથી કાઢી મુકવા જેવી કાર્યવાહી પર વિચાર કરવો જોઈએ.

નીતિશ કુમારે કહ્યું કે એપ્રિલ-મેમાં ગરમીના કારણે ચૂંટણી પ્રક્રિયામાં લોકોનો ઉત્સાહ ઓછો રહે છે. ચૂંટણી એક તબક્કામાં થાય તે જ યોગ્ય છે, પરંતુ દેશ મોટો છે તેથી બે કે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવી શકાય છે.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મામલે ભાજપ સાથે ગઠબંધનમા શામેલ નીતીશ કુમારે કહ્યું છે કે, સાધ્વી પ્રજ્ઞાના આ નિવેદન બદલ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીને લઈને આ પ્રકારના નિવેદનો ક્યારેય સ્વિકાર્ય નથી. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ભાજપની અંગત બાબત છે, પરંતુ આ પ્રકારના નિવેદન બદલ પાર્ટીએ સાધ્વીને બહારનો રસ્તો બતાવવા પર વિચાર કરવો જોઈએ. પટનામાં મતદાન બાદ બૂથથી બહાર નિકળતી વખતે તેમણે આ વાત કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે નીતીશ કુમારે ભાજપને આપી આવી ‘સલાહ’ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-should-sack-sadhvi-pragya-thakur-from-party-nitish-kumar/
via Best Gujarati News

0 Comments