એક તરફ લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે ને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથમાં છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુંફામાં બેસીને સાધના કરી હતી. PM નરેન્દ્ર મોદીની ગઈ કાલથી ચાલી રહેલી આ સાધના આજે સવારે પૂર્ણ થઇ. ત્યાર બાદ તેઓ આજે બદ્રીનાથમાં દર્શન માટે રવાના થશે.

જોકે તેઓ કેદારનાથ મંદિરમાં તેમણે આજે સવારે ફરી એકવાર પૂજા અર્ચના કરી હતી. PM મોદી બદ્રીનાથમાં પણ સાધના કરશે. વડાપ્રધાનને જોવા માટે ભારે ભીટ એકત્ર થઈ હતી. વડાપ્રધાને પણ તેમનું અભિવાદન કર્યું હતું.

જોકે બદ્રીનાથ જતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું ઇલેક્શન કમીશનનો આભારી છુ તેમણે મને ચૂંટણી વચ્ચે બે દિવસનો વિરામ આપ્યો. આધ્યાત્મિક ચેતનાની ભૂમિ પર આવવું મારું સૌભાગ્ય છે. હું ગઇ કાલે શિવ સાધનામાં જતો રહ્યો હતો. મને લાંબા સમય બાદ આવો એકાંત મળ્યો અહીં મને અલૌકિક શાંતિ મળે છે. આ ગુફા એવી છે કે તેમાં 24 કલાક બાબાનાં દર્શન થાય છે. હું હાલનાં દેશની વર્તમાન પરિસ્થિતિથી અલિપ્ત થઇ ગયો હતો. મારી પાસે ન તો ફોન હતો કે ન મે કોઇનો કોન્ટેક્ટ કર્યો. આપણે કોઇની આધ્યાત્મિક ચેતનામાં વધારો ન કરી શકીયે. પણ આપણે તેમનાંમાં બાધા ન આવીએ તેવું તો કરીએ.

તેમણે ઉમેર્યું હતું કે, મે કેદારનાથનાં રોડ રસ્તાનાં કામમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે. જ્યારે પુછવામાં આવ્યું કે, તમે જ્યારે ભગવાન સામે જઇને જીતની કામના કરી? તો PMએ કહ્યું કે, હું ક્યારેય ભગવાન પાસે કંઇજ માંગતો નથી. ત્યાં પહોંચીને તેમનાં દર્શન કરીને ધન્ય થયો. શિવજી બાબા કેદારનાથ ભોલેનાથ ન ફક્ત ભારતવાસીઓ પણ માનવતા બની રહે તેવી કામના. કેદારનાથની પરિસ્થિતિ જે રીતે વણસી હતી તે બાદ હવે તેનાં વિકાસમાં ઘણું કામ થયુ છે. મીડિયા ટીમ આવી છે તેથી જનતાને થશે કે હવે કેદારનાથની પરિસ્થિતિ સારી છે અને તેઓ પણ દુબઇ-સિંગાપૂર જવાની જગ્યાએ કેદારનાથ આવવાનું પસંદ કરશે.

PM મોદીને કેદારનાથમાં જોવા લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. લોકોએ પણ મોદી મોદીનાં નારા લગાવી માહોલ બનાવી દીધો હતો. તો મોદીએ પણ લોકોનું અભિવાદન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કેદારનાથમાં પૂજા બાદ બોલ્યા PM મોદી – હું ભગવાન પાસે કંઈ જ નથી માંગતો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-offers-prayer-in-kedarnath-and-badrinath/
via Best Gujarati News

0 Comments