Live : 11 વાગ્યા સુધીમાં પ. બંગાળમાં સૌથી વધારે 21.52% તો UPમાં સૌથી ઓછું મતદાન
આજે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 8 રાજ્યની 59 સીટ પર આશરે 10.17 કરોડ મતદાતા રવિવારે 918 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પંચે મતદાન સુગમ રીતે થાય તે માટે 1.12 લાખ મતદાન કેન્દ્ર બનાવાયા છે. સાતમા તબક્કાના મતદાનમાં પંજાબ (13), ઉત્તરપ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), મધ્યપ્રદેશ (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (4), ચંડીગઢ (1) લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે 2014માં આ અંતિમ તબક્કાની 59 સીટમાં 30 પર વિજય મેળવ્યો હતો. અંતિમ તબક્કાની મહત્વપુર્ણ સીટમાં વારાણસી સૌથી મહત્વપુર્ણ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ફરીવાર ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસનાં અજય રાય અને એસપી ઉમેદવાર શાલિની યાદવ સામે છે.
આ તબક્કામાં વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હા, અનુપ્રિયા પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. મહેન્દ્રનાથ પાંડેય, પૂર્વ મંત્રી આરપીએન સિંહ અને ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન, ભાજપના વિદ્રોહી ઉમેદવાર શત્રુધ્ન સિન્હા સહિત અનેક દિગ્ગજોના રાજકીય ભવિષ્યનો આજે નિર્ણય થશે.
જુઓ મતદાનની પળેપળનીએ અપડેટ
– મિર્ઝાપુર : મહિડાન વિસ્તારમાં 800 મતદાતાઓએ મતદાનનો કર્યો બહિષ્કાર, ગામથી 10 કિલોમીટર મતદાન બુથ ઉભુ કર્યાનો આરોપ.
BJP MP candidate Anupam Hazra in Jadavpur: TMC goons have beaten up a BJP mandal president, a driver&attacked a car. We also rescued our 3 polling agents.TMC goons were going to carry out rigging at 52 booths. People are eager to vote for BJP but they are not allowing ppl to vote pic.twitter.com/7qlRPg73HA
— ANI (@ANI) May 19, 2019
– ટીએમસીની મહિલા કાર્યકર્તાઓ દ્વારા મોઢા ઢાંકીને બોગસ મતદાન. તેમની ઓળખ કરવી મુશ્કેલ. જ્યારે અમે આ મામલે વાંધો ઉઠાવ્યો તો મતદાન કેન્દ્ર પર કર્યો હોવાળો : અનુપમ હાજરા, ભાજપના સાંસદનો આરોપ
BJP MP candidate Anupam Hazra at polling booth number 150/137 in Jadavpur: Women TMC workers with covered faces are casting proxy votes, it is difficult to establish their identity. When we raised objection to it, they created a ruckus at the polling station. pic.twitter.com/Grf3rwoVc6
— ANI (@ANI) May 19, 2019
– લોકસભાની ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધીમાં બિહારમાં 18.12, હિમાચલ પ્રદેશ, 15.66, મધ્ય પ્રદેશમાં 16.74, પંજાબમાં 15.78, ઉત્તર પ્રદેશ 14,43 અને પશ્ચિમ બંગાળમાં 21.52 ટકા મતદાન.
– લોકસભા સ્પીપર સુમિત્રા મહાજને કર્યું મતદાન
Madhya Pradesh: Lok Sabha Speaker & BJP leader Sumitra Mahajan casts her vote at a polling booth in Indore. #LokSabhaElections2019 pic.twitter.com/mPUmPXFHS2
— ANI (@ANI) May 19, 2019
– ઝારખંડની દુમકા સંસદીય સીટ પર મતદાન મથક પર બૂથ નંબર 152 અને 153 બહાર લાગી લાંબી લાઈનો.
Jharkhand: Visuals from booth no. 152 and 153 of Dumka parliamentary constituency. #LokSabhaElections2019 #Phase7 #FinalPhase pic.twitter.com/K6rEtzzop1
— ANI (@ANI) May 19, 2019
– ભાજપના સંસ્થાપક સભ્યોમાંના એક પૂર્વ સાંસદ ડૉ. મુરલી મનોહર જોશીએ વારાણસીના વિંધ્યવાસિની નગરમાં બીએન કોન્વેન્ટ સ્કૂલમાંથી કર્યું મતદાન.
– ભાજપના નેતા અનુરાગ ઠાકુરે અને ભાજપના નેતા પ્રેમ કુમાર ધૂમલ મતદાન માટે લાઈનમાં ઉભા રહ્યાં.
Himachal Pradesh: BJP MP Anurag Thakur and BJP leader Prem Kumar Dhumal wait in queue outside a polling booth in Hamirpur, to cast their votes. #LokSabhaElections2019 pic.twitter.com/7DxjikG8ht
— ANI (@ANI) May 19, 2019
– પશ્ચિમ બંગાળના બસિરહાટ મતદાન કેન્દ્ર નંબર 189 પર મતદાતાઓએ કર્યા પ્રદર્શન. ટીએમસીના કાર્યકર્તાઓ મતદાન ના કરવા દેતા હોવાનો આરોપ. 100 લોકોને મતદાન કરતા અટકાવ્યા હોવાનો આરોપ.
West Bengal: Voters hold protest outside polling station number 189 in Basirhat, allege that TMC workers are not allowing them to cast their vote. BJP MP candidate from Basirhat, Sayantan Basu says, "100 people were stopped from voting. We will take them to cast their vote." pic.twitter.com/9qoXEi8YDV
— ANI (@ANI) May 19, 2019
– સવારે 9 વાગ્યા સુધીમાં UPમાં 6%, બિહારમાં 11%, મધ્ય પ્રદેશમાં 8, હિમાચલમાં માત્ર 0.87, પંજાબમાં 4.64 ટકા મતદાન
Voter turnout recorded till 9 am: Bihar-10.65%, Himachal Pradesh- 0.87%, Madhya Pradesh-7.16%, Punjab-4.64%, Uttar Pradesh-5.97%, West Bengal- 10.54, Jharkhand-13.19%, Chandigarh-10.40% in #Phase7 of #LokSabhaElections2019 pic.twitter.com/wG1XvkYS3m
— ANI (@ANI) May 19, 2019
– ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગિયએ કર્યું મતદાન.
Madhya Pradesh: BJP leader Kailash Vijayvargiya casts his vote at polling booth number 316 in Indore. pic.twitter.com/22hMLkFN7H
— ANI (@ANI) May 19, 2019
– મધ્ય પ્રદેશના મઉ જીલ્લામાં ઘોસી લોકસભા મતદાન ક્ષેત્રના આદર્શ સંસ્કૃતિ મહાવિદ્યાલય રાજપુતાના મઉનાથ મતદાન કેન્દ્રને જોરદાર રીતે શણગારવામાં આવ્યું.
Bihar: Union Minister and BJP leader Ravi Shankar Prasad casts his vote at booth no. 77 in Patna Women's College. pic.twitter.com/rH9HwBEiVn
— ANI (@ANI) May 19, 2019
– રવિશંકર પ્રસાદે પટનાના વિમિંજ કોલેજના બૂથ નંબર 77 પરથી કર્યું મતદાન.
– કેન્દ્રીય કેબિનેટ મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભાનીએ ચૂંટણીના સાતમા તબક્કામાં લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ.
– કોંગ્રેસના પ્રવક્તા-નેતા મનીષ તિવારીએ પંજાબના લુધિયાણાથી કર્યું મતદાન.
Punjab: Former Union Minister and Congress's candidate from Anandpur Sahib parliamentary constituency, Manish Tewari cast his vote at Sacred Heart Convent School, Sarabha Nagar, Ludhiana. #LokSabhaElections2019 pic.twitter.com/f8W91yM5r9
— ANI (@ANI) May 19, 2019
– બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કર્યું મતદાન.
#LokSabhaElections2019 : Bihar Deputy CM Sushil Modi casts his vote at booth number 49 in Patna. pic.twitter.com/Blwg9EThAX
— ANI (@ANI) May 19, 2019
– ક્રિકેટર હરભજન સિંહે જાલંધરના ગઢી ગામમાં એક મતદાન કેન્દ્ર પરથી લાઈનમાં ઉભા રહીને કર્યું મતદાન.
#Punjab: Cricketer Harbhajan Singh waits in queue to cast his vote at a polling booth in Jalandhar's Garhi village. pic.twitter.com/Fo2triU623
— ANI (@ANI) May 19, 2019
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યું મતદાન
Uttar Pradesh Chief Minister Yogi Adityanath exercises his franchise at polling booth no. 246 in Gorakhpur. #LokSabhaElections2019 pic.twitter.com/heXwytEqlY
— ANI UP (@ANINewsUP) May 19, 2019
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું મતદાન
Chief Minister of Bihar, Nitish Kumar: Elections should not be held over such a long duration, there was a long gap between each phase of voting. I will write to leaders of all parties to build a consensus on this. #LokSabhaElections2019 pic.twitter.com/Qrh2ocDJpo
— ANI (@ANI) May 19, 2019
સવારે 8 વાગ્યે મતદાન શરૂ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Live : 11 વાગ્યા સુધીમાં પ. બંગાળમાં સૌથી વધારે 21.52% તો UPમાં સૌથી ઓછું મતદાન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-7th-phase-voting-in-59-seats-of-8-state/
via Best Gujarati News
0 Comments