ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિયોલોજી (આઇઆઇટીએમ)એ હાથ ધરેલા અભ્યાસમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, ૨૦૨૦ના પ્રારંભથી ભારતમાં ઉનાળો આકરો બનશે. હીટવેવની સંખ્યા અને સમયગાળો વધી જશે. ભારતમાં હીટવેવમાં વધારા માટે એલ નિનો મોડોકી નામની સ્થિતિ જવાબદાર બનશે.

અલ નિનો મોડોકી અલ નિનો કરતાં અલગ વેધર સિસ્ટમ છે. જમીનમાંથી ભેજમાં ઘટાડો અને જમીનમાંથી વાતાવરણમાં જતી ગરમી ઉનાળાને વધુ ગરમ બનાવી દેશે. પહેલીવાર અલ નિનો મોડોકીને ધ્યાનમાં રાથીને ભારતમાં હીટવેવ અંગેની આગાહી આપવામાં આવી છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની ઘટનાઓ ૨૦૨૦થી ૨૦૬૪ સુધી ચાલુ રહેશે.

ઉનાળામાં વધતા હીટવેવની અસરો અત્યાર સુધી બાકાત રહેતા દક્ષિણ ભારત અને દરિયા કિનારાના વિસ્તારોને પણ છોડશે નહીં. ૧૯૬૧થી ૨૦૦૫ સુધીમાં ભારતમાં ૫૪ હીટવેવ આવ્યાં છે પરંતુ ૨૦૨૦થી ૨૦૬૪ સુધીમાં ભારતમાં ૧૩૮ હીટવેવ આવવાની અભ્યાસમાં આગાહી કરાઈ છે. ચાલુ વર્ષે ઉનાળામાં માર્ચ અને એપ્રિલ મહિનામાં દેશના વિવિધ વિસ્તારોમાં આકરી ગરમી પડી હતી.

મહારાષ્ટ્રના ૬ સ્થળોએ તો ગરમીએ માર્ચ મહિનાના રેકોર્ડ તોડી નાખ્યાં હતાં. દેશના વિદર્ભ, મરાઠવાડા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા અને તેલંગણામાં હીટવેવ જોવા મળ્યો હતો. આગામી કેટલાક દિવસોમાં છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા અને કર્ણાટકમાં હીટવેવ આવે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

અલ નિનો અને અલ નિનો મોડોકી વચ્ચેનો તફાવત

અલ નિનો

પૂર્વ પ્રશાંત મહાસાગરના પાણી ગરમ થાય છે ત્યારે અલ નિનોની સ્થિતિ ઉદ્દભવે છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરના મધ્ય અને પશ્ચિમ ભાગો પૂર્વ પ્રશાંત મહાસાગર કરતાં ઠંડા રહે છે.

અલ નિનો મોડોકી

મધ્ય પ્રશાંત મહાસાગર ગરમ થવાથી અલ નિનો મોડોકી સ્થિતિનું નિર્માણ થાય છે. જેમાં મધ્ય પ્રશાંત મહાસાગર પૂર્વ અને પશ્ચિમ પ્રશાંત મહાસાગર કરતાં વધુ ગરમ રહે છે. ભારતમાં આકરા અને લાંબા ઉનાળા માટે અલ નિનો મોડોકી સ્થિતિ જવાબદાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ભારતમાં ઉનાળાને લઇને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જાણો 2020થી 2064 સુધી ગરમી કેવી પડશે! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/india-in-warning-to-stay-extremely-hot-in-from-2020-to-2064/
via Best Gujarati News

0 Comments