। નવી દિલ્હી ।

લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાને આરે છે. ૬ તબક્કાના સફળતાપૂર્વક મતદાન બાદ આજે અંતિમ ૭ મા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. ૭ મા તબક્કામાં ૮ રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન યોજાશે. છેલ્લા તબક્કામાં જ્યાં ચૂંટણી થવાની છે તેમાં યુપીની ૧૩,  પશ્ચિમ બંગાળની ૯, પંજાબની ૧૩, બિહારની ૮, ઝારખંડની ૩,  હિમાચલની ૪ તથા મધ્ય પ્રદેશની આઠ અને  ચંડીગઢની એક બેઠક  સામેલ છે.

આ તબક્કામાં કેટલીક હાઇ પ્રોફાઇલ બેઠકો પર મતદાન થવાનું છે જેમાં વડા પ્રધાન મોદીની વારાણસી, બોલિવૂડ અભિનેતા સની દેઓલની પંજાબની ગુરુદાસપુર બેઠક સામેલ છે. આ તબક્કામાં ઘણા દિગ્ગજોના ભાવિના ફેંસલો થશે જેમાં પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ, લાલુની પુત્રી મિસા ભારતી, લોકસભાના પૂર્વ સ્પીકર મીરાં કુમાર તથા  ભોજપુરી સ્ટાર રવિ કિશન, પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી પી કે બંસલ સામેલ છે.

૭ કેન્દ્રીય મંત્રીઓની પરીક્ષા  

૭ મા તબક્કાના મતદાનમાં  ૭ કેન્દ્રીય મંત્રીઓની પરીક્ષા થશે જેમાં પટણાસાહેબથી રવિશંકર પ્રસાદ, અમૃતસરથી હરદીપસિંહ પુરી, મિરાઝાપુરથી અનુપ્રિયા પટેલ, ગાઝીપુરથી મનોજસિંહા, આરાથી આરકે સિંહા, બક્સરથી અશ્વિની ચોબે તથા પટિયાલાથી હરસિમરત કોર  સામેલ છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારી અને ટીએમસી સાંસદ સોગત રોયના કિસ્મતનો  ફેંસલો થશે. રવિશંકર પ્રસાદ પટણાસાહેબથી કોંગ્રેસના શત્રુઘ્ન સિંહાની સામે મેદાનમાં છે.

પરિણામ ૪થી૫ કલાક મોડું આવી શકે

૮ એપ્રિલે નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જેને જણાવ્યું હતું કે વીવીપેટ ચકાસણી સાથે જોડાયેલી પ્રક્રિયાને કારણે પરિણામ મોડું આવી શકે છે. તેમણે કહ્યું કે પરિણામ જાહેર કરવામાં ૪થી૫ કલાક મોડું થઈ શકે છે.

લોકસભાની ચૂંટણીમાં દોઢ – બે મહિના ઝંઝાવાતી પ્રચાર કર્યા પછી પીએમ મોદી શનિવારે ભગવાન શંકરનાં ચરણોમાં કેદારનાથ પહોંચ્યા હતા. હર હર મહાદેવનાં નાદ સાથે તેમણે કેદારનાથમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરી હતી. ૧૨૨૫૦ ફૂટની ઊંચાઈએ કેદારનાથ નજીક આવેલી ગુફામાં ધ્યાન લગાવીને શિવસાધના કરી હતી. કેદારનાથ મંદિરનાં ગર્ભગૃહમાં અડધો કલાક શિવની પૂજા તેમજ રુદ્રાભિષેક કર્યો હતો. આ પછી પરિક્રમાં કરીને શ્રદ્ધાળુઓને મળીને તેમનું અભિવાદન કર્યું હતું.

સીલેટિયા રંગનાં ચોગા અને પહાડી ટોપી તેમજ કમરમાં કેસરિયા રંગનાં ગમછા સાથે તેઓ હેલિપેડથી મંદિર ચાલતા ગયા હતા. તેમણે પહાડી અંદાજમાં છડી લઈને યાત્રા કરી હતી. મંદિરનાં પૂજારીએ તેમને શોલ ઓઢાડી હતી જે તેમનાં ખભાથી જમીન સુધી લટકતી હતી.  મોદીનાં કેદારનાથ અને બદરીનાથ પ્રવાસનો હેતુ આધ્યાત્મિક છે તેમણે ભાજપની જીત માટે ભગવાન શંકરનાં આશીર્વાદ માગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Live: લોકસભાની 8 રાજ્યોની 59 બેઠકો પર મતદાન શરૂ, 7 કેન્દ્રિય મંત્રીઓનું ભાવિ EVMમાં થશે સીલ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-elections-2019-phase-7-voting-know-about-hot-seat-of-last-phase/
via Best Gujarati News

0 Comments