News@12 PM:લોકસભા ચૂંટણીનું મતદાન મદ્યાંતરે, જૂનાગઢ કોંગ્રેસના MLAની પૌત્રીનું અકસ્માતમાં મોત
આજે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું તથા પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ વિધિમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા અને ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીના હત્યારા નાથૂરામ ગોડશેને દેશભક્ત ગણાવવાને લઈને ચારેકોરથી ઘેરાયેલી ભાજપને હવે સાથી પક્ષના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સલાહ આપી તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિયોલોજીએ હાથ ધરેલા અભ્યાસમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી તથા એક જ દિવસમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યોના પરિવારના 2 વ્યકિતઓનું અકસ્માતમાં મોત થતાં ધારાસભ્યોના પરિવાર પર આભ તૂટી પડ્યું અને ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ જણાવ્યું છે કે એરલાઇનના પ્રમોટરો રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચે કેટલાક મુદ્દાઓમાં મતભેદ હોઇ શકે અને આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમ માટે ખુશખબર સહિતના અગત્યના સમાચાર…
વધુ વાંચવા કરો ક્લિક-1: Live : સવારે 9 વાગ્યા સુધીમાં UPમાં 6%, બિહારમાં 11%, મધ્ય પ્રદેશમાં 8 ટકા મતદાન
આજે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 8 રાજ્યની 59 સીટ પર આશરે 10.17 કરોડ મતદાતા રવિવારે 918 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ચૂંટણી પંચે મતદાન સુગમ રીતે થાય તે માટે 1.12 લાખ મતદાન કેન્દ્ર બનાવાયા છે. સાતમા તબક્કાના મતદાનમાં પંજાબ (13), ઉત્તરપ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), મધ્યપ્રદેશ (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (4), ચંડીગઢ (1) લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે 2014માં આ અંતિમ તબક્કાની 59 સીટમાં 30 પર વિજય મેળવ્યો હતો. અંતિમ તબક્કાની મહત્વપુર્ણ સીટમાં વારાણસી સૌથી મહત્વપુર્ણ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ફરીવાર ચૂંટણી મેદાનમાં છે. તેમનો મુકાબલો કોંગ્રેસનાં અજય રાય અને એસપી ઉમેદવાર શાલિની યાદવ સામે છે.
વધુ વાંચવા કરો ક્લિક-2: કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની નીકળી અંતિમયાત્રા, CM સહિતના નેતાઓ હાજર
પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમ વિધિમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લલિત કગથરાના નિવાસ સ્થાનેથી લલિત કગથરાના પુત્ર વિશાલની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-3: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મામલે નીતીશ કુમારે ભાજપને આપી આવી ‘સલાહ’
ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીના હત્યારા નાથૂરામ ગોડશેને દેશભક્ત ગણાવવાને લઈને ચારેકોરથી ઘેરાયેલી ભાજપને હવે સાથી પક્ષના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સલાહ આપી છે. સાથે જ તેમણે આટલી લાંબી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલ ખડાં કર્યા હતાં.
વધુ વાંચવા કરો ક્લિક-4: કેદારનાથમાં પૂજા બાદ બોલ્યા PM મોદી – હું ભગવાન પાસે કંઈ જ નથી માંગતો
એક તરફ લોકસભાની ચૂંટણીનું અંતિમ તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે ને બીજી બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથમાં છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુંફામાં બેસીને સાધના કરી હતી. PM નરેન્દ્ર મોદીની ગઈ કાલથી ચાલી રહેલી આ સાધના આજે સવારે પૂર્ણ થઇ. ત્યાર બાદ તેઓ આજે બદ્રીનાથમાં દર્શન માટે રવાના થશે.
વધુ વાંચવા કરો ક્લિક-5: ભારતમાં ઉનાળાને લઇને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર, જાણો 2020થી 2064 સુધી ગરમી કેવી પડશે!
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રોપિકલ મીટીરિયોલોજી (આઇઆઇટીએમ)એ હાથ ધરેલા અભ્યાસમાં ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, ૨૦૨૦ના પ્રારંભથી ભારતમાં ઉનાળો આકરો બનશે. હીટવેવની સંખ્યા અને સમયગાળો વધી જશે. ભારતમાં હીટવેવમાં વધારા માટે એલ નિનો મોડોકી નામની સ્થિતિ જવાબદાર બનશે.
વધુ વાંચવા કરો ક્લિક-6: જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષીની પૌત્રીનું રોડ અકસ્માતમાં મોત, પુત્ર-બનેવીને ઇજા
એક જ દિવસમાં સૌરાષ્ટ્રના બે ધારાસભ્યોના પરિવારના 2 વ્યકિતઓનું અકસ્માતમાં મોત થતાં ધારાસભ્યોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જૂનાગઢ કોંગ્રેસના ધારાસભ્યના પરિવારને હૈદરાબાદ પાસે ટ્રકે કારને ઠોકર મારતા અકસ્માત સર્જાતા ધારાસભ્યના પુત્રની માસુમ દીકરીનું કરૂણ મૃત્યું થયું હતુ. જયારે ધારાસભ્યના પુત્ર અને તેમના બનેવીને ઈજા પહોંચી હતી.
વધુ વાંચવા કરો ક્લિક-7: ઇન્ડિયન ઓઇલ કરશે 2 લાખ કરોડનું રોકાણ, દેશમાં નોકરીઓનો રાફડો ફાટશે
પેટ્રોલિયમ ઉત્પાદનોનો વ્યવસાય કરનારી જાહેર ક્ષેત્રની અગ્રણી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની બળતણ અને ઊર્જાના વિવિધ ક્ષેત્રોમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી 5થી 7 વર્ષ દરમિયાન ઇંધણ અને ઉર્જાના વિવિક્ષ ક્ષેત્રોમાં બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે.
વધુ વાંચવા કરો ક્લિક-8: ઈન્ડિગો એરલાઈનના CEO રોનોજોય દત્તાએ મતભેદો મામલે જાહેર કર્યો ખુલાસો
ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ જણાવ્યું છે કે એરલાઇનના પ્રમોટરો રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચે કેટલાક મુદ્દાઓમાં મતભેદ હોઇ શકે છે. પરંતુ કંપની આવા મુદ્દાઓને ઉકેલવા માટે સારો રેકોર્ડ ધરાવે છે. ઈન્ડિગોના સીઈઓ રોનોજોય દત્તાએ એક પ્રેસ કોન્ફર્ન્સમાં જાહેર કર્યું છે કે, જો હાલના મતભેદોને ઉકેલવામાં ન આવે તો તમને (મીડિયા) આ વિશે જાણ થઇ જશે. પરંતુ આ સંદર્ભમાં અનુમાન લગાવવાથી કોઇ ફાયદો થશે નહી.
વધુ વાંચવા કરો ક્લિક-9: TV એક્ટરનો પોલીસ પર સણસણતો આરોપ, એટલો માર માર્યો કે હોસ્પિટલમાં થવુ પડ્યું દાખલ
ટીવી શો ‘કસમ તેરે પ્યાર કી’ ફેમ અંશ અરોરા ગાઝિયાબાદ પોલીસ પર સણસણતો આરોપ લગાવ્યો છે. અંશ અરોરાએ આરોપ લગાવતા કહ્યું કે ગાઝિયાબાદ પોલીસે તેને ઘણો ટોર્ચર કર્યો છે. જેના કારણે તેને આઈસીયૂમાં એડમિટ થવું પડ્યું છે. અંશે માનવ અધિકાર કમિશનથી પોલીસની ફરિયાદ પણ કરી છે.
વધુ વાંચવા કરો ક્લિક-10: ICC ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે ખુશખબર, આ ભારતીય ક્રિકેટર ફિટનેસ ટેસ્ટમાં પાસ
આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ભારતીય ટીમ માટે ખુશખબર છે કે ઓલરાઉન્ડર કેદાર જાધવે ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. આઇપીએલ દરમિયાન ઇજાગ્રસ્ત બનેલા જાધવના વર્લ્ડ કપમાં રમવા અંગે વિવિધ અટકળો ચાલી રહી છે જેના પર શનિવારે પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. કેદાર જાધવ હવે ૨૨મીએ ટીમ સાથે ઇંગ્લેન્ડ રવાના થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post News@12 PM:લોકસભા ચૂંટણીનું મતદાન મદ્યાંતરે, જૂનાગઢ કોંગ્રેસના MLAની પૌત્રીનું અકસ્માતમાં મોત appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/19-may-2019-top-headlines-til-12-pm/
via Best Gujarati News
0 Comments