લંડન :

ઇંગ્લેન્ડ ખાતે રમાનારા આઇસીસી ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી મોટી રકમ આપવામાં આવશે. આ વખતે જે ટીમ ચેમ્પિયન બનશે તે માલામાલ બની જશે અને તેને આઇસીસી તરફથી ૪૦ લાખ ડોલર એટલે કે લગભગ ૨૮ કરોડ રૂપિયા મળશે. આ રકમ ક્રિકેટની મેગા ઇવેન્ટમાં અત્યાર સુધી અપાયેલી સૌથી મોટી રકમ છે. ચેમ્પિયન ટીમને રકમની સાથે વિનર્સ ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે.

કુલ એક કરોડ ડોલર ઇનામ તરીકે અપાશે

આઇસીસીના અનુસાર ૨૦૧૯ના વર્લ્ડ કપમાં ઇનામ સ્વરૂપે કુલ એક કરોડ ડોલર એટલે કે લગભગ ૭૦.૧૨ કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં રનર્સ-અપ ટીમને ૨૦ લાખ ડોલર એટલે કે ૧૪ કરોડ રૂપિયા, સેમિફાઇનલમાં હારનાર બંને ટીમોને ૮-૮ લાખ ડોલર એટલે કે ૫.૬૦ કરોડ રૂપિયા પ્રત્યેક ટીમને અપાશે. આ વખતે વર્લ્ડ કપમાં ફાઇનલ અને બે સેમિફાઇનલ સહિત કુલ ૪૮ મેચો રમાશે. ૪૬ દિવસ સુધી રમાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૧ ગ્રાઉન્ડનો ઉપયોગ કરાશે. ૩૦મી મેચથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. પ્રત્યેક લીગ મેચ જીતનાર ટીમને પણ ૪૦ હજાર ડોલર એટલે કે લગભગ ૨૮ લાખ રૂપિયા અને લીગ તબક્કાથી આગળ વધનાર ટીમને એક લાખ ડોલર એટલે કે ૭૦ લાખ રૂપિયાનું ઇનામ મળશે.

૧૪મી જુલાઇએ લોર્ડ્ઝ ખાતે ફાઇનલ મુકાબલો

યજમાન ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ૩૦મી મેએ રમાનારા મુકાબલા સાથે વર્લ્ડ કપ ૨૦૧૯નો પ્રારંભ થશે. બે સેમિફાઇનલ અનુક્રમે નવમી જુલાઇએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે તથા ૧૧મી જુલાઇએ ર્બિંમગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ વખતે રાઉન્ડ રોબિન લીગ સિસ્ટમના આધારે ટૂર્નામેન્ટ રમાશે. પ્રત્યેક ટીમે અન્ય તમામ ટીમ સામે રમવાનું રહેશે. પોઇન્ટ ટેબલમાં ટોચની ૪ ટીમો સેમિફાઇનલમાં રમશે અને બંનેમાં વિજેતા થયેલી ટીમ ફાઇનલમાં રમશે.

ઇંગ્લેન્ડમાં પાંચમો વર્લ્ડ કપ રમાશે

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અગાઉ ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડ કપની યજમાની કરી ચૂક્યું છે. ૧૯૮૭માં ભારત અને પાકિસ્તાન, ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ, ૧૯૯૬માં ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન, ૨૦૦૩માં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે તથા કેન્યા, ૨૦૦૭માં વેસ્ટ ઇન્ડિઝ, ૨૦૧૧માં ભારત, બાંગ્લાદેશ અને શ્રીલંકા તથા ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સંયુક્ત રીતે વર્લ્ડ કપની યજમાની કરી હતી.

ઓસ્ટ્રેલિયા સર્વાધિક પાંચ વખત ચેમ્પિયન બન્યું છે

વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ટીમ સર્વાધિક પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે. તેણે ૧૯૮૭, ૧૯૯૯, ૨૦૦૩, ૨૦૦૭ અને ૨૦૧૫માં ટ્રોફી જીતી હતી. વેસ્ટ ઇન્ડિઝે વર્લ્ડ કપની પ્રથમ બે ટૂર્નામેન્ટ ૧૯૭૫ તથા ૧૯૭૯ જીતી હતી. ભારતે ૧૯૮૩માં તથા ૨૦૧૧માં, પાકિસ્તાને ૧૯૯૨ અને શ્રીલંકાએ ૧૯૯૬માં વર્લ્ડ કપ જીત્યો હતો.

વર્લ્ડ કપ ૨૦૧૯ની કુલ ઇનામી રકમ

ચેમ્પિયન

૪૦ : લાખ ડોલર  (લગભગ ૨૮ કરોડ)

રનર્સ-અપ

૨૦ : લાખ ડોલર (લગભગ ૧૪ કરોડ)

સેમિફાઈનલમાં હરનાર

૮-૮ : લાખ ડોલર (૫.૬૦ કરોડ )

પ્રત્યેક લીગ મેચ જીતનારને 

૪૦ : હજાર ડોલર (૨૮ લાખ)

લીગ તબક્કાથી આગળ જનારને  

૦૧  : લાખ ડોલર (૭૦ લાખ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચેમ્પિયન ટીમ પર ધનવર્ષા થશે ૨૮ કરોડ રૂપિયાનું ઇનામ મળશે appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/champion-team-on-monsoon-th/
via Best Gujarati News

0 Comments