। મિર્ઝાપુર / કુશીનગર ।

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ મિર્ઝાપુર અને કુશીનગર ખાતે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે, પીએમ મોદી નેતા નહીં પણ એક સારા અભિનેતા છે. આના કરતા તો અમિતાભ બચ્ચનને પીએમ બનાવવા સારા. પ્રિયંકાએ કહ્યું કે, મોદીજી નેતા નહીં, અભિનેતા હૈ, અબ આપ સમજ લીજિયે કિ આપને દુનિયા કે સબ સે બડે અભિનેતા કો અપના પીએમ બના દીયા હૈ. ઈસસે અચ્છા તો આપ અમિતાભ બચ્ચન કો હી બના દેતે. કરના તો કિસી ને કુછ નહીં થા આપ કે લિયે. હવે જ્યારે પ્રચારનો સમય આવ્યો છે ત્યારે કશુંક તો કરવું પડશે. લોકોને ૧૫ લાખ આપવાનો મોદીએ વાયદો કર્યો હતો પણ પછી તેમના અધ્યક્ષે કહ્યું કે આ તો ચૂંટણીલક્ષી જુમલો હતો.

મોદી પીએમ બનશે તો પાંચ વર્ષ ફરી પિક્ચર જોવું પડશે

પ્રિયંકા એ કહ્યું કે જો મોદી ફરી પીએમ બનશે તો વધુ પાંચ વર્ષ પિક્ચર જોવું પડશે. આથી નક્કી કરી લો કે કોને મત આપવો છે. જમીન પર કામ કરનાર નેતા ને કે હવામાં ઉડનારા નેતા ને. મોદી દરેક ચૂંટણીમાં નવી નવી સ્ટોરી બનાવે છે. પહેલા લોકોનાં ખાતામાં રૂ. ૧૫ લાખ જમા કરાવવાની વાત કરી અને તેમ ન થયું તો બીજી સ્ટોરી ઘડી કાઢી.આ વખતે ખેડૂતો માટે નવી સ્ટોરી ઘડીને કહ્યું કિસાન સન્માન યોજના લાવ્યા છીએ.

ખેડૂતોના સન્માનની નહીં પણ અપમાનની યોજના

પ્રિયંકાએ કહ્યું કે, આ ખેડૂતોનાં સન્માનની નહીં પણ અપમાનની યોજના છે. તેમણે અગાઉ ખેડૂતોનાં બેન્ક ખાતામાં રૂ. ૨૦૦૦ નાખ્યા હતા તે પાછા લેવાનાં શરૂ કર્યા છે. કોઈ ખેડૂતના પરિવારમાં ૧૦ લોકો હોય તો આ યોજના દરેક સભ્યને ફક્ત ૧ રૂપિયો જ આપે છે. મોદીએ ખેડૂતો માટે કશું નથી કર્યું એટલે તો તેમનામાં વાત કરવાની હિંમત નથી.

પ્રિયંકાએ મોદીની નકલ કરી

પ્રિયંકાએ રેલીમાં મોદીની નકલ કરતા કહ્યું કે, કાલે તેઓ મિર્ઝાપુર આવ્યા હતા અને કહ્યું હતું કે ભૈયા સપને દેખના બૂરી બાત નહીં હૈ. આ પછી પ્રિયંકાએ કટાક્ષમાં કહ્યું કે, ખોટા સપના બતાવવા એ ખરાબ બાબત છે. આ ચૂંટણી આપણે લોકશાહીને બચાવવા લડી રહ્યા છીએ. દકે જવાબદાર નાગરિકે મત જરૂર આપવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી નેતા નહીં અભિનેતા છે, આના કરતા અમિતાભ બચ્ચનને PM બનાવવા સારા appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/modi-leader-not-actor-is/
via Best Gujarati News

0 Comments