। ખરગોન ।

નથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેની ટિપ્પણી કરીને ભોપાલનાં ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા। વિરુદ્ધ પીએમ નરેન્દ્ર મોદીએ સખત વલણ અપનાવીને કહ્યું હતું કે, પ્રજ્ઞા અને અન્ય લોકો બાપુ અને ગોડસે અંગે મનફાવે તેવા નિવેદનો કરી રહ્યા છે. તે સમાજ માટે ભયંકર છે. પ્રજ્ઞાએ ભલે માફી માગી લીધી હોય પણ હું તેમને મનથી ક્યારેય માફ નહીં કરું. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ગાંધી અને ગોડસે સંબંધિત ટિપ્પણી ભયંકર ખરાબ છે, દરેક પ્રકારે ધૃણાલાયક છે. ટીકાને લાયક છે. સભ્ય સમાજમાં આવી વાત કરી શકાય નહીં. આવું કહેનારાઓએ હવે બોલતા પહેલાં ૧૦૦ વખત વિચારવાનું રહેશે. સાધ્વીનાં ગોડસેનાં નિવેદનને પાર્ટીનાં અનેક નેતાઓએ ટેકો આપ્યો હતો પણ મોવડીમંડળે આક્રમક વલણ અપનાવતા સ્થિતિ થાળે પડી હતી.

ભાજપની જંગી બહુમતીથી જીતની આશા

પીએમ મોદી સત્તા સંભાળ્યા પછી પાંચ વર્ષમાં પહેલીવાર ભાજપ પ્રમુખ અમિત શાહે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, ૨૦૧૪માં ૧૭ મેનાં રોજ મોટી ઘટના બની હતી ત્યારે ઈમાનદારીની શરૂઆત થઈ હતી. કોગ્રેસનાં જુઠ્ઠાણાને ધક્કો લાગવાથી તેને આંચકો લાગ્યો હતો અને શોકમાં ડૂબી ગઈ હતી. આજે ૧૭ મે છે તેથી હું આપની સમક્ષ પીસીમાં હાજર રહ્યો છું. ૨૦૧૪માં ૧૬મી મેનાં રોજ ચૂંટણીનાં પરિણામો આવ્યા હતા. જેમાં ભાજપ અને એનડીએને જંગી બહુમતી મળી હતી. પરિણામો પછી ભાજપની જંગી બહુમતીથી જીતની આશા વ્યક્ત કરીને થેન્ક્સ ફોર એવરીથિંગ કહી તેમની વાત પૂરી કરી હતી.

બે દિવસમાં ત્રણ નેતાઓનાં નિવેદન તેમની અંગત માન્યતા

ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે છેલ્લા બે દિવસમાં ભાજપનાં ત્રણ નેતાઓનાં ગોડસે અને ગાંધીજીનાં નિવેદન સાથે પાર્ટીને કશું લાગતું વળગતું નથી. તે આ ત્રણેય નેતાઓની અંગત માન્યતા છે. પાર્ટીને તેની સાથે કશું લાગતું વળગતું નથી. શાહે કહ્યું હતું કે, આ ત્રણેય નેતાઓએ તેમનાં નિવેદન પાછા ખેંચ્યા છે અને માફી માગી છે આમ છતાં ત્રણેયનાં નિવેદનોને વધુ તપાસ માટે શિસ્ત સમિતિને મોકલવાનું નક્કી કર્યું હતું. શિસ્ત સમિતિ આ મુદ્દે નેતાઓનાં જવાબ માગશે અને ૧૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.

દાયકાઓ પછી ફરી એકવાર બહુમતી ધરાવતી મજબૂત સરકાર

લોકસભાની ચૂંટણી માટે પીએમ મોદીએ શુક્રવારે એમપીનાં ખરગોનમાં છેલ્લી રેલીને સંબોધતા આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ વખતે પાર્ટી ૩૦૦ કરતા વધુ સીટો પર વિજય હાંસલ કરશે. મોદીએ કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધી આખો દેશ કહે છે કે, અબ કી બાર ૩૦૦ પાર, ફીર એકબાર મોદી સરકાર. રવિવારે તમે જ્યારે મતદાન કરશો ત્યારે દેશ માટે એક નવો ઈતિહાસ રચશો અને દાયકાઓ પછી ફરી એકવાર બહુમતી ધરાવતી મજબૂત સરકારને કેન્દ્રમાં ચૂંટશો.

આ વખતની ચૂંટણીમાં લોકોએ ન્યૂ ઈન્ડિયા માટે મતદાન કર્યું

મોદીએ કહ્યું કે મેં મેરઠથી પ્રચારની શરૂઆત કરી હતી અને ખરગોનમાં પ્રચાર પૂરો કર્યો. આ બંને દેશનો ઈતિહાસ ૧૮૫૭નાં બળવા સાથે સંકળાયેલા છે. બંને દેશોએ રાષ્ટ્રવાદની પ્રેરણા આપી છે. મેરઠમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશરો સામે બળવો કર્યો હતો જ્યારે ખારગોનમાં ભીમા નાયકે આદિવાસીઓ માટે આંદોલન કર્યું હતું. આ વખતની ચૂંટણીમાં લોકોએ ન્યૂ ઈન્ડિયા માટે મતદાન કર્યું છે.

કોંગ્રેસે ખેડૂતોની લોન માફ કરી નથી કે વીજળી આપી નથી

મોદીએ આક્ષેપ કર્યો હતો કે એમપી સરકારે ખેડૂતોની લોન માફ કરી નથી કે પૂરતી વીજળી આપી નથી. વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને ઊધઈની જેમ કોતરી નાખીને બરબાદ કરી છે.

દિલ્હીમાં લોકો કહે છે ચૂંટણી લાંબી ચાલી, હું કહું છું આદિવાસીઓ વચ્ચે બેસો થાક ઊતરી જશે

મોદીએ કહ્યું કે દિલ્હીમાં લોકો એવું કહે છે કે આ વખતની ચૂંટણી લાંબી ચાલી આથી લોકો થાકી ગયા છે પણ હું કહું છું કે, ક્યારેક આદિવાસીઓની વચ્ચે જઈને બેસો તો બધો થાક ઊતરી જશે. હું તમામ આદિવાસી ભાઈ-બહેનોને વિશ્વાસ અપાવું છું કે જ્યાં સુધી ભાજપ અને મોદી છે ત્યાં સુધી તમારી જમીનને કોઈ હાથ નહીં લગાવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાધ્વી પ્રજ્ઞાને મનથી ક્યારેય માફ કરીશ નહીં : મોદી appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/sadhvi-pragnya-mann-k/
via Best Gujarati News

0 Comments