કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે. સુત્રો પાસેથી આ જાણકારી મળી છે. સોનિયા અને રાહુલ ગાંધીનો આ નિર્ણય એટલાં માટે પણ મહત્વપુર્ણ છે, કેમ કે ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી અને કોંગ્રેસ બંનેએ એકબીજા પર આકરાં પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ સમારોહમાં સામેલ થશે તેવું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

30 મેના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. રાહુલ અને સોનિયા ગાંધીએ પણ સમારોહમાં સામેલ થવા હા પાડી દીધી છે. તો બીજી બાજુ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આ સમારોહમાં હાજર રહેવા ઈન્કાર કરી દીધો છે. આ મામલે મમતા કહ્યું કે, હું સમારોહમાં હાજર રહેવાની હતી, પણ મીડિયા રિપોર્ટમાં બીજેપીએ દાવો કર્યો કે, બંગાળમાં થયેલી હિંસામાં 54 લોકોનાં મોત થયા છે. આ એક જૂઠ છે. હું મજબૂર છું, પણ હું આ સમારોહમાં સામેલ નહીં થઈ શકું.

નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ માટે ગુરુવારે યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં તમામ પ્રદેશોનાં રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ અને પ્રમુખ વિપક્ષી દળોનાં નેતાઓને આમંત્રિત કરાયા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના સીએમ એચડી કુમારસ્વામી અને આપ પ્રમુખ તથા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. બિમ્સટેક દેશોનાં તમામ નેતાઓને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરિસિસના પીએમ પ્રવિંદ કુમાર જગન્નાથ અને કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિ એસ જીનબેકોવ પણ કાર્યક્રમમાં સામેલ થશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના અને નેપાળના પીએમ કેપી શર્મા ઓલી પણ કાર્યક્રમમાં ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ વિન મિંટ અને ભૂટાનના પીએમ લોટે શેરિંગ પણ કાર્યક્રમમાં સામેલ થશે. તો થાઈલેન્ડ તરફથી વિશેષ દૂત ગ્રિસાડા બુનરૈક પોતાનું દેશનું પ્રતિનિધિત્વ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાહુલ-સોનિયા ગાંધી PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/rahul-and-sonia-gandhi-will-attend-pm-modis-oath-ceremony/
via Best Gujarati News

0 Comments