પશ્ચિમ બંગાળ સરકારે ઈદને પહેલા જ અલ્પસંખ્યક કર્મચારીઓનું બોનસ વધારવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળની સરકાર તરફથી લેવાયેલા નિર્ણય પ્રમાણે 30,000 રૂપિયા સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓને સીધો લાભ થશે.

નવા આદેશ અનુંસાર 30,000 સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓના બોનસ વધારીને 4,000 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. મમતા બેનરજી સરકાર તરફથી ભરવામાં આવેલા આ પગલાને લઈને ઈદ પહેલા જ કર્મચારીઓને ખુશ કરવાની પહેલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

બોનસમાં 200 રૂપિયાનો વધારો

આ અગાઉ બોનસ 3800 રૂપિયા હતું. હવે કર્મચારીઓને બોનસની રકમમાં 200 રૂપિયાનો ફાયદો થશે. અલ્પસંખ્યક કર્મચારીઓ ઉપરાંત અન્ય કર્મચારીઓને મમતા સરકાર તરફથી બોનસની ચૂકવણી દૂર્ગા પૂજા પહેલા કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી કર્મચારીઓને બોનસની ચૂકવણી લેફ્ટ ફ્રંટ સરકારના સમયથી કરવામાં આવે છે. આ વખતે ઈદ 5 કે 6 જૂને ઉજવવામાં આવે તેવી શક્યતા છે.

દરેક કર્મચારીને મળશે 4000 રૂપિયા

સરકાર તરફથી બોનસની ચૂકવણી માત્ર એવા કર્મચારીઓને કરવામાં આવશે જેમનું વેતન 30,000 રૂપિયા પ્રતિ મહિના છે. આવા કર્મચારીઓને દર મહિને 4000 રૂપિયા બોનસ તરીકે આપવામાં આવશે. આ નવો નિયમ વર્ષ 2018-19થી લાગુ પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ રાજ્યના કર્મચારીઓને મળી ઈદની ભેટ, સરકારે વધારી આપ્યું બોનસ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/west-bengal-govt-decided-to-increase-ad-hoc-bonus-to-minority-employees-on-eid/
via Best Gujarati News

0 Comments