લોકસભાની ચૂંટણીમાં ખુબ જ ખરાબ પ્રદર્શન બાદ વામપંથી દળ સીપીઆઈનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પણ છીનવાઈ શકે છે. સીપીઆઈએ લોકસભાની ચૂંટણીમાં માત્ર 2 જ બેઠકો જીતી છે. માત્ર સીપીઆઈ જ નહીં પણ બસપા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સામે પણ આ જ પડકાર મોં ફાડીનો ઉભો છે. આ ત્રણેય રાજકીય પાર્ટીઓનું સતત બે લોકસભાની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન રહ્યું છે.

જોકે 2014માં ત્રણેય પક્ષોનો રાષ્ટ્રીય દરજ્જો છીનવાતા બચી ગયો હતો કારણ કે 2016માં ચૂંટણી પંચે પોતાના નિયમોમાં સંશોધન કર્યું હતું. પંચે નિર્ણય કર્યો હતો કે, હવે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરનીએ પાર્ટીઓના દરજ્જાની સમીક્ષા 5 વર્ષના બદલે દર 10 વર્ષે કરવામાં આવશે.

ભારતીય કમ્યૂનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી એસ, સુધારક રેડ્ડીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચના વર્તમાન નિયમો પ્રમાણે અમારા સમક્ષ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવાઈ જવાનો ભય છે. આયોગ નિર્ણય કરશે કે અમારૂ અસ્તિવ રાષ્ટ્રીય સ્તર પર છે કે કેમ. અમને આશા છે કે, ચૂંટણી પંચ આ દિશામાં સકારાત્મક નિર્ણય કરશે.

જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ તરફથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો પાછો ખેંચ્યા બાદ પણ તેમના પક્ષની ગતિવિધિઓમાં કોઈ જ ફરક નહીં પડે. અમે અગાઉની માફક જ કામ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં બસપાને 10, સીપીઆઈને 3 અને એનસીપીને 5 લોકસભા બેઠકોમાં જીત મળી છે.

જાણો રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાને લઈને શું છે નિયમ

ચૂંટણી ચિન્હ ઓર્ડર, 1968 પ્રમાણે કોઈ પણ પક્ષને રાષ્ટ્રીય દરજ્જો મેળવવા માટે જરૂરી છે કે, લોકસભા કે રાજ્યસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછા 4 રાજ્યોમાં 6 ટકાથી વધારે વોટ મળે. આ ઉપરાંત લોકસભામાં ઓછામાં ઓછા 4 સાંસદ હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મોદી લહેરમાં આ 3 મોટા રાજકીય પક્ષો પર ખતરો, છીનવાઈ શકે છે દરજ્જો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/cpi-bsp-and-ncp-likely-to-lose-national-party-status/
via Best Gujarati News

0 Comments