રાજીનામું આપવાના મક્કમ નિર્ધાર સાથે રાહુલે નવા અધ્યક્ષને લઈને આપી આ 2 ફોર્મ્યુલા
રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યા બાદ તેમને મનાવવા માટેનો સિલસિલો જારી છે. જો કે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સાફ કહી દીધું છે કે, તે કોઈપણ હાલતમાં રાજીનામું પરત નહીં લે. પાર્ટી પોતાનો નવો અધ્યક્ષ એક મહિનાની અંદર નક્કી કરી લે. રાહુલ ગાંધીના નજીકનાં સુત્રોએ કહ્યું કે, રાહુલ ગાંધી ઈચ્છે છે, કે નવો અધ્યક્ષ ઓબીસી કે પછી દલિત વર્ગમાંથી હોય. હવે એ કોંગ્રેસ પાર્ટીના નેતાઓને નક્કી કરવાનું છે કે, કયા ઓબીસી કે દલિત નેતાના નામ પર અંતિમ મહોર લગાવી છે.
જો કે રાહુલ ગાંધીનું રાજીનામું પાછું લેવાની માગ કરતાં અમુક રાજ્યોની કોંગ્રેસ કમિટીઓએ પ્રસ્તાવ પણ પારિત કર્યો છે. તો આજે રાહુલ ગાંધીના ઘરની બહાર દિલ્હીના કાર્યકર્તાઓ ધરણાં પર બેઠા છે, જે બાદ પોલીસે તેમને હટાવી લીધા હતા. દિલ્હીના પૂર્વ સીએમ શીલા દીક્ષિતે પણ કહ્યું છે કે, તે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીના ઘરે જશે, અને અધ્યક્ષ પદ ફરીથી સ્વીકારવા માટે મનાવશે.
પણ આ બધા પ્રયાસોની અસર રાહુલ ગાંધી પર થતી જોવા મળી રહી નથી. રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ સીનિયર નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા નથી. તો રાહુલ કોંગ્રેસના નવનિર્વાચિત સાંસદોને પણ મળી નથી રહ્યા. જેને કારણે પાર્ટીની અંદર ભારે અસંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
બુધવારે રાહુલ ગાંધીના રાજીનામાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી રાજ્યોનાં મુખ્યમંત્રીઓ, સીનિયર નેતાઓને દિલ્હી ન આવવા માટે જણાવવવામાં આવ્યું હતું. અશોક ગેહલોત, ભૂપેશ બધેલ, અમરિંદર સિંહ જેવાં નેતાઓ પણ પોતાના રાજ્યોમાં પરત જતાં રહ્યા છે.
જો કે સુત્રો જણાવે છે કે, કમલનાથ કે અશોક ગેહલોતને હટાવવાની કોઈ સંભાવના નથી. પાર્ટીને લાગી રહ્યું છે કે, આ બંને નેતાઓને અસ્થિર કરવામાં આવશે, તો ત્યાંની સરકાર પડી શકે છે. અને એટલાં માટે જ આ બંને મુખ્યમંત્રીઓને જીવતદાન મળી ગયું છે. જો કે આ બંને નેતાઓને પોતાના રાજ્યોમાં કોંગ્રેસની અંદરથી બળવો મળી શકે છે.
સુત્રો જણાવે છે કે, સોનિયા ગાંધી પણ પડદાં પાછળ સક્રિય છે. તે પોતાના રાડનીતિક સલાહકાર અહેમદ પટેલ અને પ્રિયંકા ગાંધીના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીની તમામ રાજનીતિક ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. એક વાત સાફ છે કે, રાહુલ ગાંધી પોતાની જીદ ઉપર અડેલાં છે, અને તેમનું રાજીનામું પરત લેવાની સંભાવના દૂર-દૂર સુધી જોવા મળી રહી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજીનામું આપવાના મક્કમ નિર્ધાર સાથે રાહુલે નવા અધ્યક્ષને લઈને આપી આ 2 ફોર્મ્યુલા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-gandi-told-congress-leaders-to-find-obc-or-dalit-candidate-for-president/
via Best Gujarati News
0 Comments