ભારતની રાજનીતિમાં ચાર દશકોથી એક પ્રખર નેતા અને કુશળ રણનીતિકાર ગણાતાં અરુણ જેટલીની ભૂમિકા હાલ ભલે ખતમ ન થઈ હોય, પણ સ્વાસ્થ્યની સમસ્યાએ તેમને થોડા સમય માટે થંભાવી દીધા છે. કેન્દ્રીય વિત્ત મંત્રી અરુણ જેટલીએ નવી સરકારના ગઠનની પૂર્વ સંધ્યા પર પીએમ મોદીને પત્ર લખીને કહ્યું કે, તેઓને થોડા સમય માટે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માટે ધ્યાન સમય આપવામાં આવે. તેઓએ કહ્યું કે, નવી સરકારમાં હાલ કોઈ જવાબદારી લેવા નથી માગતો.

પીએમ મોદીના વાસ્તવિક ચાણક્ય

જેટલીને અમુક લોકો મોદીના વાસ્તવિક ચાણક્ય અને 2002માં ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મોદીના કાર્યકાળની શરૂઆતમાં પ્રદેશમાં રમખાણો બાદ તેઓનાં સંકટના સાથી કહેવામાં આવે છે. જેટલીનાં વખાણ કરતાં મોદી તેમને અમૂલ્ય હીરો પણ કહી ચૂક્યા છે. દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંઘની રાજનીતિથી મુખ્યધારાની રાજનીતિમાં પ્રવેશ કરનાર જેટલી એક વકીલ છે.

મોદીના મુખ્ય યોદ્ધા અને સલાહકાર

જેટલી શરૂઆતથી જ સત્તાના સુત્ર સંચાલનને સારી રીતે સમજે છે. તે 90ના દશકના છેલ્લા વર્ષોથી દિલ્હીમાં મોદીનાં માણસ માનવામાં આવે છે. ગુજરાત રમખાણો સાથે જોડાયેલી કાનૂની ગૂંચવણોથી બહાર નીકળવામાં તેમની કાનૂની સલાહ આપવનાર વિશ્વસનીય સલાહકારની ભૂમિકા નિભાવનાર જેટલી બાદમાં તેમના મુખ્ય યોદ્ધા અને સલાહકાર તરીકે આગળ આવ્યા. કેન્દ્રમાં મોદીની પહેલી સરકારમાં તે મુખ્ય ચહેરો હતા.

સરકારની નીતિઓ અને યોજનાઓનાં વખાણ હોય કે પછી વિપક્ષનાં પ્રહારનો જડબાતોડ જવાબ આપવાનો હોય, દરેક મામલામાં જેટલી આગળ પડતાં જોવા મળ્યા હતા. જેટલીએ 2019ની ચૂંટણીમાં જે રીતે સ્થિરતા અને અરાજકતાના રૂપમાં બીજેપી-એનડીએ અભિયાનને એક કારગર હથિયાર આપ્યું, તે તેમની રાજનીતિક સમજનું ઉત્તમ ઉદાહરણ છે.

તેલ, રાફેલ, જીએસટીથી આમ બચાવી સરકારને

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો હોય, રાફેલ ડીલ હોય કે પછી જીએસટીની જટિલતાઓ હોય, જેટલીએ તમામ લોકોને સરળ શબ્દોમાં પ્રભાવી રૂપે પ્રસ્તૃત કરીને સરકારનો બચાવ કર્યો હતો. લગભગ બે દશકોથી અટકેલાં જીએસટીના પ્રસ્તાવને અમલમાં લાવવા માટે જેટલીની રાજનીતિક કુશળતા જવાબદાર છે. અને આ જ કુશળતાને કારણે જુલાઈ 2017માં જીએસટી લાગુ થયા બાદ જીએસટી કાઉન્સિલમાં તમામ પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર થયા હતા.

મોંઘી પેન, વોચ અને કારનો છે શોખ

જેટલીએ ત્રણ તલાકના વિધેયક પર સરકારનો દ્રષ્ટિકોણ સાર્વજનિક કર્યો હતો. મોદી સરકારના વિત્ત વિભાગની મહત્વપુર્ણ જવાબદારીની સાથે સરકારના પ્રવક્તા અને બીજેપી એનડીએના લીડરની ભૂમિકા નિભાવતાં મોંઘી પેન, વોચ અને આલીશાન કારોનો તેમનો શોખ ઓછો ન થયો. સરકારમાં વડા પ્રધાનની સાથે જેટલી એક પ્રકારે નંબર 2ના મહત્વપુર્ણ મંત્રી હતા.

પ્રવક્તા પણ લે છે જેટલીની સલાહ

નિર્મલા સીતારમણ, પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન જેવા મંત્રીઓ જેટલીને પોતાના માને છે. પાર્ટીના તમામ પ્રવક્તા જેટલી પાસે સલાહ માગવા આવે છે. પ્રકાશ જાવડેકર તેમને સુપર સ્ટ્રેટેજિસ્ટ કહે છે.

મોદી સાથે છે જૂનો સંબંધ

મોદી અને જેટલીનો સંબંધ જૂનો છે. મોદી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક હતા, ત્યારે 90ના દશકના અંતમાં બીજેપીના મહાસચિવ બનાવાયા હતા, તે દિલ્હીમાં 9 અશોક રોડ પર જેટલીના સરકારી બંગલામાં અલગથી બનાવેલાં ક્વાર્ટરમાં રહેતા હતા. તે સમયે જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા. કહેવાય છે કે, કેશુભાઈ પટેલને ગુજરાત સીએમ પદેથી હટાવી મોદીને મુખ્યમંત્રી બનાવવાની ચાલમાં જેટલી પણ સામેલ હતા. 2002માં રમખાણાનો સમય અને તે બાદ દિલ્હીના મોર્ચા પર મોદીનો સાથ આપવામાં જેટલી ક્યારેય પાછાં પડ્યા ન હતા.

19 મહિના જેલમાં રહ્યા હતા જેટલી

જેટલીએ દિલ્હીમાં વકીલાતનો અભ્યાસ કર્યો અને ઈન્દિરા ગાંધી સરકારની ઈમરજન્સીના સમયે તે દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ હતા અને ઈમરજન્સી વિરુધ્ધ વિશ્વવિદ્યાલયમાં આંદોલન ચલાવવાના આરોપમાં 19 મહિના જેલમાં રહ્યા હતા. જે બાદ તેઓએ વકીલનો અભ્યાસ શરૂ કર્યો. આ સમયે તેઓ ઈન્ડિયન એક્સપ્રેસના માલિક રામનાથ ગોયનકા, અરુણ શૌરી અને ફલી નરીમનની નજીક આવ્યા. અને તે બાદ વીપી સિંહની નજર તેમના પર પડી. વીપી સિંહ વડા પ્રધાન બનતાં તેમણે સરકારનો સોલિસિટર જનરલ બનાવ્યા હતા. વાજપેયી સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post આ નેતા છે પીએમ મોદીના ‘સંકટના સાથી’, જાણો તેમના વિશે appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/original-chanakya-of-pm-narendra-modi-arun-jaitley/
via Best Gujarati News

0 Comments