લોકસભા ચૂંટણીમાં શરૂ થયેલો પશ્ચિમ બંગાળનો જંગનો હજુ અંત આવ્યો નથી. બીજી વખત પ્રચંડ બહુમત મેળવી દિલ્હીમાં 30 તારીખે વડા પ્રધાન મોદી શપથ લેશે, તો બીજી બાજુ મમતા બેનર્જી આ જ તારીખે ધરણાં ઉપર બેસશે. મમતા 24 પરગનાના નૈહાટી નગરપાલિકામાં ધરણાં પર બેસશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મમતા ટીએમસી કાર્યકરોના સમર્થનમાં ધરણાં પર બેસશે, જે હિંસાને કારણે રસ્તા પર આવી ગયા છે.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલાં ધરણાંનું એલાન કરીને મમતાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, ચૂંટણીની જંગ તો હાર મળી, પણ રાજનીતિક જંગમાં તે પાછળ નહીં પડે. મમતાએ હાલ તો આ ધરણાંનું કારણ રાજનીતિક કાર્યકરોના બેઘર થવાનું જણાવ્યું છે. પણ હકીકતમાં ચૂંટણીમાં હાર મળ્યા બાદ મમતા લોકોની સંવેદના મેળવવા માટે આ ધરણાં કરી રહ્યા હોવાની ચર્ચા છે.

મમતા બેનર્જીએ પહેલાં જ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાની ના પાડી દીધી છે. મમતાએ કહ્યું કે, બીજેપી બંગાળમાં હિંસાનો ખોટો દાવો રજૂ કરે છે. અને તે કારણે શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહીં થાય. બીજેપીએ દાવો કર્યો કે બંગાળમાં હિંસામાં 54 કાર્યકર્તાઓનાં મોત નિપજ્યા છે. મમતાએ કહ્યુ કે, બીજેપી ખોટો દાવો કરી રહી છે. મમતાએ સોરી લખતાં કહ્યું કે, તે શપથ ગ્રહણ સમારોહમાં સામલે નહીં થઈ શકે. અને બાદમાં તેઓએ ધરણાં કાર્યક્રમનું એલાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચૂંટણીમાં હાર બાદ પણ મમતા લડી લેવાના મૂડમાં, મોદીની શપથના દિવસે બેસશે ધરણાં પર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mamata-banerjee-to-sit-on-dharna-to-protest-against-bjp/
via Best Gujarati News

0 Comments