અરુણ જેટલીના ઘરે જઈ પીએમ મોદીએ કરી મુલાકાત, નિર્ણય પાછો ખેંચવા જણાવ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહની પૂર્વ સંધ્યાએ બીજેપીના વરિષ્ઠ નેતાઓની મુલાકાતનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે વડા પ્રધાન મોદી અરુણ જેટલીનાં ઘરે તેમની મુલાકાતે ગયા હતા. રાત્રે આશરે પોણા નવ વાગ્યે પીએમનો કાફલો જેટલીના ઘરે પહોંચ્યો હતો. આ મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. ઘરે જઈને વડા પ્રધાને જેટલીના ખબતઅંતર પૂછ્યા હતા. અને નવી સરકારની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી. રિપોર્ટમાં કહેવાય રહ્યું છે કે, પીએમ મોદીએ જેટલીને પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યું છે.
તમને જણાવી દઈએ કે, પોતાના ખરાબ સ્વાસ્થ્યને કારણે જેટલીએ પીએમ મોદીની નવી સરકારમાં સામેલ ન કરવા માટે પત્ર લખ્યો છે. તેઓએ કહ્યું છે કે, તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માગે છે, અને તે મંત્રીપદ લીધી વગર સરકાર અને પાર્ટીની મદદ કરવા માગે છે. આ પહેલાં વડા પ્રધાન અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે લગભગ 4 કલાક સુધી બેઠક ચાલી હતી. જે બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહે પીએમ આવાસ પર જઈને મુલાકાત કરી હતી.
તો બીજી બાજુ અમિત શાહના ઘરે પણ બેઠકોનો સિલસિલો ચાલુ છે. પીયુષ ગોયલ તેમના ઘરે મુલાકાતે પહોંચ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે, અમિત શાહ પાર્ટીના અધ્યક્ષ બની રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અરુણ જેટલીના ઘરે જઈ પીએમ મોદીએ કરી મુલાકાત, નિર્ણય પાછો ખેંચવા જણાવ્યું appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/pm-narendra-modi-visits-arun-jaitley-at-his-residence/
via Best Gujarati News
0 Comments