30 મેએ પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ, કેબિનેટમાં આ નામો પર ચર્ચા
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ નરેન્દ્ર મોદી ગુરુવારે વડા પ્રધાન પદના શપથ લેશે. પીએમ મોદીની સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે. મંત્રીમંડળમાં કયા નેતાને સ્થાન આપવું તે માટે કલાકો સુધી મનોમંથન ચાલી રહ્યું છે. ગૃહ, વિત્ત, રક્ષા અને વિદેશ મંત્રાલય પર હજુ પણ સસ્પેન્સ બનેલું છે. પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બુધવારે કલાકો સુધી મેરેથોન બેઠક ચાલી હતી.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચેની બેઠકમાં મંત્રીમંડળને લઈ ચર્ચા કરવામાં આવી હતી. મોદી કેબિનેટમાં જૂના ચહેરાઓ સાથે નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવી શકે છે. તો સૌથી વધુ ચર્ચા અમિત શાહ પર છે, તેમને કયા ખાતાની ફાળવણી કરવામાં આવે છે, તેના પર સૌ કોઈની નજર છે. પહેલી વખત અમિત શાહ કેન્દ્રીય કેબિનેટનો ભાગ બની શકે છે. ચર્ચા છે કે તેમને ગૃહ મંત્રાલય સોંપવામાં આવી શકે છે.
તો બીજી ચર્ચા છે કે, જુના કેબિનેટ મંત્રીઓને જેમના તેમ રાખી શકવામાં આવે છે. રાજનાથ સિંહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, રવિશંકર પ્રસાદ, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર અને પ્રકાશ જાવડેકર જેવા દિગ્ગજ નેતાઓને આ વખતે પણ કેબિનેટમાં સામેલ રાખવામાં આવે તેવી સંભાવના છે.
અમેઠીમાં રાહુલ ગાંધીને માત આપી જીત મેળવનાર સ્મૃતિ ઈરાનીને પણ મહત્વનું મંત્રાલય સોંપી શકાય છે. જો કે આ વખતે અરુણ જેટલીએ પીએમ મોદીને પત્ર લખીને કેબિનેટમાં પોતાના નામ પર વિચાર ન કરવા માટે જણાવ્યું છે.
મોદી કેબિનેટમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણામાં વધતી બીજેપીની તાકાતની અસર જોવા મળી શકે છે. તે સિવાય શિવસેના અને જેડીયુ જેવા સહયોગીને એક કેબિનેટ અને એક રાજ્ય મંત્રીની સીટ મળી શકે છે. બુધવારે બિહારના સીએમ નીતિશ કુમાર અને અમિત શાહ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે કેબિનેટને લઈ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post 30 મેએ પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ, કેબિનેટમાં આ નામો પર ચર્ચા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/heres-a-likely-list-of-ministers-in-modi-cabinet-2-0/
via Best Gujarati News
0 Comments