લોકસભા ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદી ગુરુવારે વડા પ્રધાન પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. જો કે નરેન્દ્ર મોદી પોતાના પહેરવેશ અને કપડાંને લઈ ખુબ જ ગંભીર રહે છે, એટલે લોકોને એ જાણવામાં ખુબ જ રસ છે કે, આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં મોદીનો શું સ્પેશિયલ ડ્રેસ હશે.

વર્ષ 2014માં ભાજપની જીત બાદ જ્યારે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા, ત્યારે મોસમનો મિજાજ આ વખત જેવો જ છે. એટલે સંભવ છે કે મોદી ગુરુવારે થનાર બીજા શપથ ગ્રહણ સમારોહમાં ગત સમારોહ જેવું જ કાંઈ ટ્રાય મારશે.

વર્ષ 201ના શપથ ગ્રહણ સમારોહમાં મોદીએ ક્રીમ કલરનો કુર્તો અને ચૂડીદાર પાયજામો પહેર્યો હતો. કુર્તાની ઉપર મોદીએ ગોલ્ડન કલરનું હાફ સ્લીવ જેકેટ પહેર્યું હતું. જે તેમની ઉપર ખુબ જ સારું લાગતું હતું. મોદીએ પોતાના ડ્રેસને બ્લેક કલરના શૂઝ સાથે મેચ કર્યો હતો.

દેશના અલગ-અલગ રાજ્યોમાં રહેતાં લોકો સાથે કનેક્ટ થવામાં મોદીને મહારથ હાંસલ છે. તેની પાછળ તેમનાં કપડાંનો પણ મહત્વપુર્ણ રોલ છે. તમે જોયું જ હશે કે, પીએમ મોદી વિભિન્ન રાજ્યોમાં જનસભાઓને સંબોધિત કરતાં ત્યાંના પરંપરાગત પોશાકમાં જોવા મળે છે.

કપડાંના મામલે કેવી છે ચોઈસ?

મોદી કુર્તા-પાયજામામાં વધારે કમ્ફર્ટેબલ મહેસૂસ કરે છે. પણ કેટલીય વિદેશ યાત્રાઓમાં તેઓએ સ્પેશિયલ શૂટ પણ પહેર્યો છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાતમાં તેઓએ નરેન્દ્ર મોદી પ્રિન્ટેડ શૂટ પહેર્યો હતો. જે ખુબ જ વાઇરલ થયો હતો. આ ઉપરાંત જાપાન અને ઈઝરાયેલની યાત્રાઓમાં પણ મોદી શૂટમાં નજર આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જ્યારે પીએમ મોદી શપથ લેશે, ત્યારે આ વસ્તુઓ પર રહેશે ખાસ નજર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/what-will-be-dress-code-of-pm-modi-in-oath-ceremony/
via Best Gujarati News

0 Comments