ટાઇમ મેગેઝિનના નવા આર્ટિકલમાં પીએમ મોદીને ભારતને એકજૂથ કરનારા વડા પ્રધાન જાહેર કરાયા!
। નવી દિલ્હી ।
લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના ડિવાઇડર ઇન ચીફ એટલે કે મુખ્ય વિભાજનકર્તા ગણાવનાર મશહૂર આંતરરાષ્ટ્રીય મેગેઝિન ટાઇમએ ચૂંટણીના પરિણામ આવ્યા પછી ગુલાંટ મારી છે. ૨૮ મેના રોજ ટાઇમની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલા આર્ટિકલનું શિર્ષક ૧૦ મેના ટાઇમ મેગેઝિનના કવરપેજ પરના શિર્ષક કરતાં તદ્દન ઊલટું છે. નવા આર્ટિકલમાં શિર્ષક છે, મોદી હેઝ યુનાઇટેડ ઈન્ડિયા લાઇક નોપ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ એટલે કે મોદીએ ભારતને એવી રીતે એકજૂથ કર્યો છે કે છેલ્લા દાયકાઓમાં કોઈ વડા પ્રધાને નથી કર્યો…
ટાઇમ મેગેઝિનની વેબસાઇટ પર પ્રસિદ્ધ થયેલો આ આર્ટિકલ મનોજ લડવાએ લખ્યો છે. આ એજ મનોજ લડવા છે જેમણે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યં હતું. આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીની સામાજિક રીતે પ્રગતિશીલ નીતિઓએ હિંદુ અને ધાર્મિક લઘુમતીઓ સહિતના તમામ ભારતીયોને ગરીબીમાંથી બહાર કાઢયાં છે. અગાઉની કોઈપણ પેઢીની સરખામણીમાં આ કામ અત્યંત ઝડપથી થયું છે. આર્ટિકલમાં લડવા લખે છે કે મોદીની નીતિઓની આકરી ટીકાઓ છતાં તેમણે તેમના અગાઉના કાર્યકાળમાં અને આ મેરેથોન ચૂંટણીમાં ભારતીય મતદારોને એવી રીતે એકજૂથ કર્યા કે છેલ્લા પાંચ દાયકામાં કોઈ વડા પ્રધાન આ કામ કરી શક્યા નથી.
૧૦મેના અંકમાં ટાઇમ મેગેઝિને મોદીને ભારતના ડિવાઇડર ઇન ચીફ ગણાવ્યા હતા
૧૦ મેના રોજ પ્રસિદ્ધ થયેલા અંકમાં ટાઇમ મેગેઝિને કવર પેજ પર પીએમ મોદીને ભારતના ડિવાઇડર ઇન ચીફ ગણાવ્યા હતા. પત્રકાર આતિશ તાસીરની કવર સ્ટોરમાં મોબ લિંચિંગ, યુપીમાં સીએમ પદે યોગી આદિત્યનાથની નિયુક્તિ સહિત ઘણી બાબતો માટે મોદી સરકારની આકરી ટીકા કરવામાં આવી હતી. ભારતમાં ચૂંટણી જ્વર ચરમ પર હતો ત્યારે જ પ્રસિદ્ધ થયેલા આ આર્ટિકલની ઘણી ચર્ચા થઈ હતી. મોદીના સમર્થકોએ આ આર્ટિકલની આકરી ટીકા કરી હતી જ્યારે મોદીના વિરોધીઓએ આ આર્ટિકલને વધાવી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટાઇમ મેગેઝિનના નવા આર્ટિકલમાં પીએમ મોદીને ભારતને એકજૂથ કરનારા વડા પ્રધાન જાહેર કરાયા! appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/time-magazine-new-art/
via Best Gujarati News
0 Comments