। નવી દિલ્હી ।

જીએસટી નેટવર્કમાં રજિસ્ટર્ડ નાના અને મધ્યમ વેપારીઓ માટે એક ખાસ સુવિધાની શરૂઆત થઇ ચૂકી છે.હકીકતે જીએસટીએને વાર્ષિક રૂપિયા દોઢ કરોડનો વેપાર કરનારા નાના અને મધ્યમ વેપારીઓ (એમએસએમઇ)ને વિના મુલ્યે હિસાબ અને બીલ બનાવવાના સોફ્ટવેર પૂરું પાડવાની પેશકશ કરી છે. જીએસટીએનેએક નિવેદનમાં જણાવ્યું છે કે  આ સોફ્ટવેર વેપારી કંપનીઓને બીલો અને તેના હિસાબ કિતાબ રાખવા, સ્ટોકની વિગતો જાળવવા તેમ જ જીએસટી રિટર્ન તૈયાર કરવામાં પણ મદદ કરશે. જીએસટીએને એમએસએમઇ વેપારીઓને સોફ્ટવેર ઉપલબ્ધ કરાવવા બિલ અને એકાઉન્ટિંગ સોફ્ટવેર તૈયાર કરતી કંપનીઓનો સંપર્ક સાધ્યો છે. ટેક્સપેયરે તે હેતુસર કોઇ કિંમત નહીં ચુકવવી પડે.જીએસટીએનના મુખ્ય કાર્યકારી અધિકારી પ્રકાશ કુમારે કહ્યું હતું કે સરકારની આ પહેલને પગલે એમએસએમઇ પણ ડિજિટલ પ્રણાલી તરફ આગળ વધશે અને તેમની કાર્યક્ષમતા ઘટશે. નિયમ પાલનનો ભાર ઊંચકવામાં પણ મદદ મળશે.

અહીંથી પ્રાપ્ત થશે સોફ્ટવેર

સરકારી www.gst.gov.in પોર્ટલ પરથી આ સોફ્ટવેરને ડાઉનલોડ કરી શકાશે. એમએસએમઇ કક્ષમાં આવતા ૮૦ લાખ વેપારી એકમો વિના મૂલ્યો સોફ્ટવેર  સુવિધાનો લાભ મળી શકે છે.

ઇ-બિલ માટે વિચારણા : જીએસટી પરિષદે કંપનીઓ વચ્ચે થતા વેપાર માટે ઇ- બિલ આપવાને મુદ્દે વિચારણા કરવા એક પેટાજૂથની રચના પણ કરી છે. પેટા જૂથ રકમની મર્યાદા અને ઇ – બિલ તૈયાર કરવાની પદ્ધતિ , વેપાર પદ્ધતિ , તેના કાનૂની પાસા સહિતના મુદ્દે વિચારણા કરી રહી છે. સમિતિ આ સમગ્ર મુદ્દે વિચારણા કરીને ભલામણ કરશે.

રિઝર્વ બેન્કે આરટીજીએસનો સમય સાંજે છ વાગ્યા સુધી વધાર્યો

સામાન્ય જનતા માટે આરટીજીએસના માધ્યમથી ભંડોળ ટ્રાન્સફર કરવા માટેનો સમય દોઢ કલાક વધારીને સાંજે છ વાગ્યા સુધીનો કર્યો છે. ૧લી જૂનથી નિર્ણય અમલી બનશે. રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) સિસ્ટમનો ખાસ કરીને મોટી રકમની ટ્રાન્સફર કરવા ઉપયોગ થતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વેપારીઓ માટે ખુશખબર : વિના મૂલ્યે મળશે જીએસટી સોફ્ટવેર appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/for-merchants-without-good-news-without/
via Best Gujarati News

0 Comments