ઇમરાને PM મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા, મોદીએ વળતું પરખાવ્યું આતંકમુક્ત માહોલ જરૂરી
ઇસ્લામાબાદ :
પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી વિજયી રહી સત્તા સંભાળનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાની વડા પ્રધાને આશા વ્યક્ત કરી હતી કે લોકોની ભલાઈ માટે બંને દેશો મળીને કામ કરશે. ઈમરાન ખાનના ફોનના જવાબમાં વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે હિંસામુક્ત અને આતંકમુક્ત માહોલ ઘણો જરૂરી છે. જ્યાં સુધી આતંકવાદની સ્થિતિમાં સુધારો નહીં આવે ત્યાં સુધી બંને દેશો વચ્ચે સ્થિતિ સુધરે તેમ નથી. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલો અને તે બાદ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહંમદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય હવાઈ દળની સ્ટ્રાઇક બાદ પહેલી વખત બંને દેશોના વડા પ્રધાનઓએ ફોન પર વાત કરી છે.
ઇમરાન ખાન એશિયામાં શાંતિ, વિકાસ માટે ભારત સાથે કામ કરવા આતુર : પાકિસ્તાન
વડા પ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી તેમને ચૂંટણીમાં વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે. ફૈસલે ટ્વિટ કરી હતી કે, પીએમે ( ઇમરાન ) આજે વડા પ્રધાન મોદી સાથે વાત કરી અને ભારતની લોકસભા ચૂંટણીમાં તેમના પક્ષના વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડા પ્રધાને લોકોની ભલાઈ માટે બંને દેશો દ્વારા સાથે મળીને કામ કરવાનો પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફૈસલે વધુમાં ટ્વિટ કર્યું છે કે, દક્ષિણ એશિયામાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના પોતાના વિઝન પર ભાર મૂકતા વડા પ્રધાન ઇમરાને કહ્યું કે તે આ ઉદ્દેશ્યો માટે વડા પ્રધાન મોદીની સાથે કામ કરવાના ઇચ્છુક છે.
મોદીએ ગરીબી સામે સંયુક્તપણે લડવાના પોતાના પહેલા સૂચનની યાદ અપાવી
પાછળથી વિદેશમંત્રાલયે પણ નિવેદન જાહેર કરીને આ વાતનું સમર્થન કર્યું કે ઇમરાન ખાને વડા પ્રધાન મોદી સાથે ટેલિફોન પર વાત કરી શુભેચ્છા પાઠવી હતી. વિદેશમંત્રાલયે કહ્યું કે, વડા પ્રધાન મોદીને આજે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ટેલિફોન કર્યો અને લોકસભા ચૂંટણીમાં તેમના વિજય બદલ શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાન મોદીએ પડોશીઓને સૌથી પહેલાં મહત્ત્વ આપવાની પોતાની નીતિ હેઠળ પોતાની સરકાર દ્વારા લેવાયેવા પગલાંની યાદ અપાવતાં પાક.નાં વડા પ્રધાનને ગરીબી સામે સંયુક્તરૂપે લડવાના પોતાના સૂચનનો ઉલ્લેખ કર્યો હતો.
ક્ષેત્રની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર ભરોંસો જરૂરી
વિદેશમંત્રાલયે વધુમાં જણાવ્યું કે વડા પ્રધાન મોદીએ ઇમરાન ખાન સાથે ટેલિફોનિક વાતચીતમાં ભાર પૂર્વક કહ્યું કે, ક્ષેત્રની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર ભરોંસો પેદા કરવા તથા હિંસા અને આતંકમુક્ત માહોલનું નિર્માણ અનિવાર્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇમરાને PM મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા, મોદીએ વળતું પરખાવ્યું આતંકમુક્ત માહોલ જરૂરી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/imran-pm-modi-phone-to-a/
via Best Gujarati News
0 Comments