નજીકના મિત્રનું મૃત્યુ શારીરિક અને માનસિક રીતે ઘેરી અસર કરનારું
તાજા અભ્યાસમાં જણાયું છે કે નજીકના મૃત્યુથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળે છે, જે ચાર વર્ષ સુધી ચાલી શકે છે ! એમ તો તમારી નજીકની વ્યક્તિ મૃત્યુ પામે તેની અસર તો મન પર થતી જ હોય છે. જો કે સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે પરિવારનું સભ્ય કે જીવન સાથી મૃત્યુ પામે તો જ દુઃખ વધુ થતું હોય તો એ માન્યતા ખોટી છે. નજીકના મૃત્યુની પણ એવી જ ઘેરી અસર થતી હોય છે. મૃત્યુ એટલે કાયમી ખાલીપો ઊભો કરતું કડવું સત્ય છે, ત્યારે સ્વાભાવિક છે કે એક જીવતી જાગતી વ્યક્તિ તમારા જીવનમાંથી અચાનક જ એક્ઝિસ્ટ લઈ લે એ સ્વીકારી શકાતું જ નથી. જો કે પરિવારજનનું મૃત્યુ થયું હોય તો બધા તમને સાંત્વના આપતા હોય છે, પરંતુ મિત્રના મૃત્યુ અંગે કોઈ સાંત્વના આપવા ઉપર ધ્યાન આપતું નથી, તેથી જ તમારું દિલ હળવું ન થાય અને તેની અસર તમારા દુઃ ખને વધારતી હોય છે. સંશોધકોએ જણાવ્યું કે સામાન્ય રીતે કોઈના મૃત્યુથી થતા દુઃખને ધ્યાનમાં લઈને જીવન સાથી અને પરિવારજન પછીના ક્રમે મિત્રનું મૃત્યુ આવે છે, તેને કારણે જ પારિવારિક તબીબ અને નોકરીદાતાઓ એ મૃત્યુને ખાસ ગંભીરતાથી લેતા નથી. પરંતુ સંશોધકોના તારણો દર્શાવે છે કે નજીકના મૃત્યુની અસર પણ જીવનસાથી કે પરિવારના સભ્યના મૃત્યુ જેટલી જ થતી હોય છે અને એ અસર પુરુષો કરતાં મહિલાઓને વધુ થતી હોય છે.
મિત્ર વર્તુળ બહોળું હોય તેને સધિયારો મળી રહેવાથી શોક ઓછી અસર કરે
જે લોકો સામાજિક રીતે વધુ સંકળાયેલા ન હોય એવા લોકો કરતાં સામાજિક રીતે વ્યસ્ત રહેતા લોકોઓ ઉપર મૃત્યુની નકારાત્મક અસર ઓછી પડે છે. સંશોધકો સૂચવે છે કે આવા શોકના સમયે મિત્રોનું વર્તુળ મોટું હોય તો તેઓ સધિયારો આપતા હોય છે અને તેને કારણે દુઃખની ઘડીએ તેની અસર ઘેરી ઓછી થાય છે.
પુરુષો કરતાં મહિલાઓને મિત્રના મૃત્યુની વધુ અસર
યુનિવર્સિટી ઓફ ર્સ્ટિંલગ અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે મહિલાઓની મિત્રતા પુરુષો કરતાં ગાઢ હોય છે અને તેથી તેમના પર મૃત્યુની ઘેરી અસર થતી હોય છે. મિત્રના મૃત્યુનું જેમણે દુઃખ અનુભવ્યું હોય એવો લોકોને સધિયારો પૂરો પાડે એવી સેવા મળે એ જરૂરિયાત છે. આ સંશોધન જર્નલ PLOSમાં પ્રકાશિત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નજીકના મિત્રનું મૃત્યુ શારીરિક અને માનસિક રીતે ઘેરી અસર કરનારું appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/close-friends-death/
via Best Gujarati News
0 Comments