શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અને 1996 વર્લ્ડ કપમાં શ્રીલંકાને ચેમ્પિયન બનાવનારો હીરો એવા સનથ જયસૂર્યાના નિધનની અટકળો દુનિયાભરમાં વાયુવેગે ફેલાઈ હતી. ક્રિકેટ વર્લ્ડ કપ સમયે જ આ અફવા વહેતી થતા હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા કે સનથ જયસૂયા ટોરેન્ટોમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મોત થઈ ગયું. આ અહેવાલને એક ભારતીય ખેલાડી સાચુ માની બેઠો હતો

ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિન પણ પરેશાન થઈ ગયો અને તેણે ટ્વિટ પર ફેન્સ પાસેથી આ અંગે જાણકારી માંગી. અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે? મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે.

સનથ જયસૂર્યાએ પણ આ ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. જયસૂયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી. જયસૂર્યાએ ટ્વિટ કરી પોતે સકુશળ હોવાની વાત કહી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો.

જયસૂયા છે વિવાદમાં

શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સનથ જયસૂર્યાને આઈસીસીએ ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પણ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આપને જણાવી દઈએ કે આઈસીસીએ જયસૂર્યાની વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે આ નિર્ણય લીધો છે. તેની પર બે વાર આઈસીસીની એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનનો આરોપ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યાના મોતની અફવાને આ ભારતીય ક્રિકેટર માની બેઠો સાચી appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/rumours-of-sanath-jayasuriyas-death-leaves-ravichandran-ashwin-concerned/
via Best Gujarati News