વર્લ્ડ કપ: આ ભારતીયનાં નામે છે ક્રિકેટનો ‘મહારેકૉર્ડ’, આસપાસ પણ નથી કોઈ ખેલાડી
દુનિયાનાં મહાન બેટ્સમેન અને ક્રિકેટનાં ભગવાન કહેવામાં આવનાર સચિન તેંડુલકરનાં નામે ક્રિકેટનાં અનેક રેકૉ્ર્ડ છે. ટેસ્ટ હોય કે વન ડે બંને ફૉર્મેટમાં સચિન તેંડુલકર સૌથી વધુ સદી અને અડધી સદી ફટકારનારો પહેલો અને અત્યાર સુધીનો એકમાત્ર ખેલાડી છે. આ સાથે 6-6 વાર વર્લ્ડ કપ ટીમનો ભાગ રહેલા સચિન તેંડુલકરનાં નામે ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં પણ અનેક રેકૉર્ડ છે.
સચિન તેંડુલકર વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી અને સૌથી વધારે રન બનાવવાનાર પહેલો બેટ્સમેન છે. વર્લ્ડ કપની 6 ટૂર્નામેન્ટ્સમાં સચિન તેંડુલકરે 2200થી વધારે રન બનાવ્યા છે. આ ઉપરાંત સચિન તેંડુલકર વર્લ્ડ કપમાં 1996થી 2011 સુધી 6 સદી ફટકારી ચુક્યા છે, જે એક ખેલાડી દ્વારા આ ટૂર્નામેન્ટમાં લગાવવામાં આવેલી સૌથી વધારે સદી છે. આ સાથે સાથે સચિન તેંડુલકરનાં નામે વર્લ્ડ કપની એક ઇનિંગમાં સૌથી વધારે વખત ટૉપ સ્કૉરર રહેવાનો પણ વર્લ્ડ રેકૉર્ડ છે.
આ મામલે સચિનની આસાપાસ કોઇ નથી. બીજા નંબરે રહેનારા ખેલાડી અને સચિન વચ્ચે 8 મોટા સ્કોરનું અંતર છે. સચિન તેંડુલકર ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ કપમાં 18 વાર ટૉપ સ્કૉરર રહ્યો છે. આ મામલે બીજા નંબરે સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ખેલાડી જેક કાલિસ છે. જેક કાલિસ સાઉથ આફ્રિકા માટે 10 વખત ટૉપ સ્કૉરર રહ્યો છે. આ લિસ્ટમાં ગિલક્રિસ્ટનું પણ નામ છે જે ઑસ્ટ્રેલિયા તરફથી 9 વખત હાઇએસ્ટ સ્કૉરર રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વર્લ્ડ કપ: આ ભારતીયનાં નામે છે ક્રિકેટનો ‘મહારેકૉર્ડ’, આસપાસ પણ નથી કોઈ ખેલાડી appeared first on Sandesh.
from Sports – Sandesh http://sandesh.com/sachin-tendulkar-is-a-highest-top-scorer-in-world-cup/
via Best Gujarati News
0 Comments