ક્રિકેટનાં ભગવાનનાં નામે જાણીતા સચિન તેંડુલકરે પોતાના દીકરા અર્જુન તેંડુલકરને અનમોલ સલાહ આપી છે, જે તેના સ્વર્ગવાસી પિતાએ આપી હતી. ક્રિકેટનાં મેદાનમાં લેફ્ટ આર્મ પેસર અને બેટ્સમેન તરીકેની છાપ છોડવા માટે અર્જુન તેંડુલકરને સચિન તેંડુલકરે જણાવ્યું છે કે ‘સફળતાનું કોઈ જ શૉર્ટકટ નથી હોતુ.’ આ વાત સચિન તેંડુલકરને તેમના પિતા રમેશ તેંડુલકરે જણાવી હતી.

હાલમાં જ બેટ અને બૉલથી ટી-20 મુંબઈ લીગ 2019માં સારુ પ્રદર્શન કરનારા અર્જુનને આકાશ ટાઇગર્સ મુંબઈ વેસ્ટર્ન સબર્બે 5 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઇનલ મેચમાં આકાશ ટાઇગર ટીમ મેચ હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આ લીગનો બ્રાન્ડ એમ્બેસેડર સચિન તેંડુલકર છે. આ ટૂર્નામેન્ટની બીજી સીઝન હતી, જેને નૉર્થ મુંબઈ પેન્થર્સે પોતાના નામે કરી.

સચિન તેંડુલકરને જ્યારે એ પુછવામાં આવ્યું કે તેઓ પોતાના દીકરાને દબાવ હેન્ડલ કરવા માટે શું સલાહ આપશે? તો સચિને કહ્યું કે, “તે પેશનેટ છે અને હું તેને કોઇપણ ચીજ માટે ફૉર્સ નહીં કરું. મે ક્યારેય તેને ક્રિકેટ રમવા માટે દબાણ નથી કર્યું. જે મારા પિતાએ મને કહ્યું હતુ, હું ઠીક એ રીતે તેની પાસે કરું છું. તમારે ઘણી જ મહેનત કરવી પડશે ત્યારેજ તેની સફળતા મળશે.

એક અન્ય પ્રશ્ન પર સચિને કહ્યું કે, “દરેકની માફક તે પણ ઇચ્છે છે કે દીકરો સારું પરફૉર્મ કરે. તેણે એ કરવું જોઇએ જેની જરૂર છે. ટી-20 મુંબઈ લીગમાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. કેટલાક ઉતાર-ચઢાવથી તેને વાસ્તવિક જિંદગીનો પણ અનુભવ થયો છે. આ રીત છે જે તમને વિકસિત કરે છે. આ રમતમાં જે એક વાર વિદ્યાર્થી બની જાય છે, તે હંમેશા વિદ્યાર્થી જ રહે છે. આ જ છે જે હું તેને બનાવવા ઇચ્છુ છું. પરિણામ ભગવાનનાં હાથમાં હોય છે, પરંતુ મહેનત કરવી આપણા હાથમા હોય છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સચિને અર્જુન તેંડુલકરને જણાવ્યું સફળતાનું રહસ્ય, પિતાએ આપ્યો હતો આ મંત્ર appeared first on Sandesh.



from Sports – Sandesh http://sandesh.com/sachin-tendulkar-gave-success-trick-to-son-arjun/
via Best Gujarati News

0 Comments