પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતથી જીત હાંસલ કરી ફરી સત્તામાં આવનાર પીએમ મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાની પીએમએ આશા વ્યક્ત કરી કે, લોકોનાં કલ્યાણ માટે બંને દેશ સાથે મળીને કામ કરશે. જવાબમાં પીએમ મોદીએ ઈમરાન ખાનને કહ્યું કે, ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે હિંસામુક્ત અને આતંકમુક્ત વાતાવરણ ખુબ જ જરૂરી છે. ફેબ્રુઆરીમાં પુલવામા આત્મઘાતી હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ બંને વડા પ્રધાને પહેલીવાર ફોન પર વાત કરી હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે, ઈમરાન કાને પીએમ મોદી સાથે ફોન પર વાત કરી તેમને ચૂંટણીમાં જીત માટે શુભકામના પાઠવી છે. ફૈસલે ટ્વીટ કર્યું કે, પીએમ ઈમરાન ખાને આજે પીએમ મોદી સાથે વાત કરી અને ભારતની લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની જીત પર તેમને અભિનંદન પાઠવ્યા. પીએમને લોકોની ભલાઈ માટે બંને દેશો દ્વારા સાથે મળીને કામ કરવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ફૈસલે લખ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના વિઝન પર જોર આપતાં વડા પ્રધાન (ઈમરાન)એ કહ્યું કે, તે પીએમ મોદી સાથે કામ કરવા ઈચ્છુક છે.

ભારતીય વિદેશ મંત્રાલયે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે, ઈમરાન ખાને પીએમ મોદી સાથે ટેલિફોનિક વાત કરી અભિનંદન પાઠવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીને આજે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને ટેલિફોન કર્યો, અને લોકસભા ચૂંટણીમાં તેમની જીત માટે શુભકામના પાઠવી. પીએમ મોદીએ પાડોશીઓને સૌથી પહેલાં પ્રાધાન્યતા આપવાની પોતાની નીતિ અંતગર્ત પોતાની સરકાર દ્વારા ઉઠાવેલાં પગલાંઓની યાદ અપાવતાં પાકિસ્તાની વડા પ્રધાન સાથે ગરીબી સામે લડવા માટે પોતાના વિચારનો ઉલ્લેખ કર્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીએ પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં કહ્યું કે, ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે વિશ્વાસ ઉભો કરવા અને હિંસા અને આતંકમુક્ત વાતાવરણનું નિર્માણ અનિવાર્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ઈમરાન ખાને પીએમ મોદીને ફોન કરી અભિનંદન પાઠવ્યા, મળ્યો આ સણસણતો જવાબ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistan-pm-imran-khan-calls-pm-modi-to-congratulate-on-victory/
via Best Gujarati News

0 Comments