શરીર પર ચામડી વગર જન્મેલાં આ બાળકે ડોક્ટરોની ભવિષ્યવાળી ખોટી પાડી
આમ તો દુનિયા ચમત્કારોથી ભરેલી છે. ક્યાં કયો ચમત્કાર થઈ જાય એ નક્કી નથી હોતું. પણ હાલમાં દુનિયામાં આવા જ એક ચમત્કારના દર્શન થયા છે. જેણે મોટા-મોટા ડોક્ટરોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. ઘટના બ્રિટેનના વાર્વિકશાયરમાં છ મહિના પહેલાં શરીર પર ચામડી વગર એક બાળકનો જન્મ થયો હતો. આ બાળકનો જન્મ નોટિંઘમ સિટી હોસ્પિટલમાં થયો હતો. બાળકનો જન્મ થયો ત્યારે જ ડોક્ટરોએ હાથ ખંખેરી લીધા હતા. અને કહ્યું હતું કે, બાળક 10 દિવસથી વધારે જીવી નહીં શકે. પણ કોઈ ચમત્કાર વચ્ચે આ બાળક 6 મહિના બાદ પણ જીવિત છે. અને હવે તેના શરીર પર ધીરે-ધીરે ચામડી પણ આવવા લાગી છે. જો કે, આ બાળક અને માતા-પિતા માટે આ 6 મહિના ખુબ જ દર્દનાક રીતે પસાર થયા છે.
બ્રિટેનના વાર્વિકશાયરમાં જેસિકા કિબ્લર અને જેક શેટોકના ઘરે ટુંક સમયમાં નવો મહેમાન આવવાનો હતો. 24 નવેમ્બરે જેસિકાએ નોટિંઘમ સિટી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આ બાળક 10 મહિનાનો પ્રિમેચ્યોર બેબી હતો. પણ જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તેને જોઈ સૌ કોઈ હેરાન થઈ ગયા હતા. એટલે સુધી કે, બાળકને જોઈ ઓપરેશન થિયેટરમાંથી નર્સો દોડીને ભાગી ગઈ હતી. કેમ કે, બાળકના શરીર પર મોઢા સિવાય ક્યાંય ચામડી ન હતી.
જેસિકાએ જણાવ્યું કે, અમારી ઉંમર 19 વર્ષની હતી, જ્યારે અમે માતા-પિતા બન્યા હતા. અમારા બાળકનો જ્યારે જન્મ થયો, ત્યારે તેને જોઈને અમે બંને બહુ રડ્યા હતા. ત્યાં હાજર નર્સો પણ રડી રહી હતી. અને તેઓ બાળકને મને સોંપીને બહાર જતી રહી હતી. ડોક્ટરોએ અમને બે વખત કહ્યું હતું કે, બાળક બચી નહીં શકે. પણ હવે એ વાતને 6 મહિના થઈ ગયા છે. તેના શરીર પર નવી ચામડી આવવા લાગી છે. અને તેણે ડોક્ટરોની ભવિષ્યવાણી ખોટી પાડી છે.
જેસિકા અને જેકે પોતાના આ સંતાનનું નામ કાઈડેન પાડ્યું છે. જો કે હાલ કાઈડેનની હાલત નાજુક છે. પણ તે હાલ પણ અનેક બીમારીઓ સાથે ઝઝૂમી રહ્યો છે. આગામી એક વર્ષમાં તેના પર અન્ય ચાર-પાંચ ઓપરેશન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post શરીર પર ચામડી વગર જન્મેલાં આ બાળકે ડોક્ટરોની ભવિષ્યવાળી ખોટી પાડી appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/baby-born-without-any-skin-on-its-body-survive-after-six-months/
via Best Gujarati News

0 Comments