પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે, તેમનો દેશ ભારતની નવી સરકારથી તમામ મુદ્દાઓ પર વાતચીત માટે તૈયાર છે. સરકારી રેડીયો પાકિસ્તાનની ખબર અનુસાર, શનિવાર રાત્રે મુલ્તાનમાં એક ઇફ્તાર પાર્ટીને સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંન્નેને ક્ષેત્રની સમૃદ્ધિ અને શાંતિ માટે વાતચીત કરીને મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઇએ. તેના બે દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મોટા બહુમત સાથે લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી અને નરન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી પદની શપથ લેવા જઇ રહ્યા છે.

પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે મોદીની જીત પર તેમને શુભેચ્છા પાઠવી અને ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખાને અંગ્રેજી અને ઉર્દૂમાં ટ્વીટ કર્યું હતું,’હું ભાજપા અને તેમની સહયોગી પાર્ટીઓની જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરવા માટે આશાન્વિત છું.’

ખાને એપ્રિલમાં કહ્યું હતું કે, તેમને વિશ્વાસ છે કે, જો સામાન્ય ચૂંટણીમાં મોદી જીતે છે તો ભારત સાથે શાંતિ વાર્તા કરવામાં અને કાશ્મીર મુદ્દાના સમાધાન માટે ખુબ જ સારો અવસર મળી શકે છે. ભારતમાં સામાન્ય ચૂંટણીના પરિણામો પાકિસ્તાન માટે ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે નવી દિલ્હીમાં નવી સરકાર ભારત-પાકિસ્તાનનાં સંબંધોના ભવિષ્યની દિશા પર વિચાર કરશે. પુલવામા આતંકી હુમલા બાદ બંન્ને દેશોનાં સંબંધોમાં તણાવ વધી ગયો હતો.

ચૂંટણી પરિણામની ઘોષણાનાં એક દિવસ પહેલા કુરૈશી અને ભારતીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે બુધવારે કિર્ગિસ્તાનનાં બિશ્કેકમાં શાંઘાઇ સહયોગ સંગઠન પરિષદનનાં વિદેશ મંત્રીઓની બેઠકમાં એક બીજાનાં હાલચાલ પૂંછ્યા હતાં. કુરૈશીએ સ્વરાજને સંવાદનાં માધ્યમથી તમામ મુદ્દાઓના સમાધાનની પાકિસ્તાનની ઇચ્છાથી અવગત કરાવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post BJPની પ્રચંડ બહુમતની જીત બાદ પાકિસ્તાન પડ્યુ ઘુંટણીયે, મૂક્યો આ પ્રસ્તાવ appeared first on Sandesh.



from World – Sandesh http://sandesh.com/pakistan-foreign-minister-says-we-are-ready-to-hold-talks-with-indian-gover/
via Best Gujarati News

0 Comments