બધાની નજર PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પર, પરંતુ આજે આ નેતા રચશે ઇતિહાસ
2019ની લોકસભા ચૂંટણી અને 4 રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવાના છે. શરૂઆતી રૂઝાનોમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે. સવારે 10 વાગ્યા સુધીમાં આવેલા રૂઝાનોમાં ભાજપ 229 અને કોંગ્રેસ 56 સીટો પર આગળ ચાલી રહી છે. આ ચૂંટણીમાં બધાના મોં પર એક જ પ્રશ્ન છે કે શું નરેન્દ્ર મોદીના માથે પર ફરી વડાપ્રધાનનો તાજ સજશે? આ પ્રશ્નની વચ્ચે એક રાજનેતા એવા પણ છે જે ઇતિહાસ રચવાના છે.
સિક્કિમની વિધાનસભા ચૂંટણીઓના પરિણામોની જાહેરાત પણ આજે થઇ રહી છે. શરૂઆતના રૂઝાનોમાં સિક્કિમ ડેમોક્રેટિક પાર્ટી ફ્રન્ટ આગળ ચાલી રહ્યું છે. જો રૂઝાન પરિણામમાં બદલાય છે તો રાજ્યના મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગનું નામ ઇતિહાસના પાનામાં નોંધાશે. તેઓ દેશના એક એવા સીએમ હશે જે સૌથી વધુ સમય સુધી સત્તા પર બેઠા હશે.
પહેલાં જ તોડી ચૂકયા છે જ્યોતિ બાસુનો રેકોર્ડ
પવન કુમાર ચામલિંગ પહેલાં જ જ્યોતિ બાસુનો લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ તોડ્યો છે. પશ્ચિમ બંગાળમાં સીપીએમની 34 વર્ષની સરકારમાં જ્યોતિ બસુ એ 23 વર્ષ 137 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા. બસુ 21 જૂન 1977થી પાંચ નવેમ્બર 2000 સુધી બંગાળના મુખ્યમંત્રી રહ્યા. આ દરમ્યાન તેમણે કુલ 8358 દિવસ રાજ કર્યું. તેઓ પીકે ચામલિંગ 12 ડિસેમ્બર, 1994મા સિક્કિમના મુખ્યમંત્રી બન્યા, જે આજ સુધી રાજ્યના મુખ્યમંત્રી બન્યું છે. જો આ વિધાનસભા ચૂંટણીમાં પવન ચામલિંગને જીત મળે છે તો તેઓ સતત 25 વર્ષ સુધી સીએમ બની રહેવાનો રેકોર્ડ કાયમ કરી લેશે.
2014મા શું હતી સ્થિતિ?
2014મા યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં એસડીએફ ને 22 સીટો મળી હતી. ત્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી સિક્કિમ ક્રાંતિકરી મોર્ચા (એસકેએમ)ને 10 સીટો મળી હતી. આની પહેલાં 2009મા યોજાયેલ ચૂંટણીમાં ચામલિંગની પાર્ટીને પૂરી 32 સીટો મળી હતી. ત્યાં રાષ્ટ્રીય પાર્ટીઓની સ્થિતિ અહીં બિલકુલ મજબૂત નથી.
રાજ્યમાં કંઇ પાર્ટીઓ અગત્યની
એસડીએફ અને એસકેએમ સિવાય મુખ્ય પાર્ટીઓમાં સિક્કિમ સંગ્રામ પરિષદ (એસએસપી) , સિક્કિમ નેશનલ પીપુલ્સ પાર્ટી (એસએનપીપી) અન હમારો સિક્કિમ પાર્ટી છે. આપને જણાવી દઇએ કે આ વર્ષે પૂર્વ ફૂટબોલર બાઇચુંગ ભાટિયાએ આ પાર્ટીનું નિર્માણ કર્યું છે. આ પાર્ટી એકલી ચૂંટણી લડી રહી છે.
13 દિવસ માટે સત્તા પર બેઠી હતી કોંગ્રેસ
દિલચસ્પ વાત એ છે કે 1979 બાદ તમામ સિક્કિમની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને રાષ્ટ્રીય દળોને સત્તામાં બિરાજમાન હોવાની તક મળશે નહીં. જો કે 1984માં કોંગ્રેસને અંદાજે 13 દિવસ સત્તામાં રહેવાની તક મળી હતી. ત્યારબાદ કોંગ્રેસ વાપસી કરી શકયું નથી. જ્યારે ભાજપ સિક્કિમ સંગ્રામ પરિષદનો હિસ્સો બનીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post બધાની નજર PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી પર, પરંતુ આજે આ નેતા રચશે ઇતિહાસ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/cm-of-sikkim-pawan-chamling-may-be-today-make-record-in-assembly-election/
via Best Gujarati News
0 Comments