Lok Sabha Results 2019 :રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ કોણ આગળ કોણ પાછળ
લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી શરૂ થઈ ચુકી છે. શરૂઆતમાં એનડીએ આગળ ચાલી રહ્યુ હતુ. આ વખતે મતોની ગણતરીમાં વિધાનસભા ક્ષેત્રમાં પાંચ બુથોમાં VVPTને મેળવવાના છે એટલે માનવામાં આવી રહ્યુ છે કે ફાઇનલ પરિણામ આવતા લગભગ 4થી 5 કલાકનું મોડુ થાય તેવુ લાગી રહ્યુ છે.
સ્ટાર ઉમેદવારોની વાત કરીએતો રાયબરેલીની બેઠક પર સોનિયા ગાંધી આગળ છે. યૂપીની રામપુર બેઠક પર BJPના ઉમેદવાર જયા પ્રદા આગળ ચાલી રહ્યા છે. ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અને જબલપુરથી વિવેક પાછળ ચાલી રહ્યા છે.
ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. અમેઠીમાં પહેલા રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા પણ હવે સ્મૃતિ ઈરાની આગળ છે. શ્રીનગરથી ફારૂક અબ્દુલ્લા આગળ છે અને પૂર્વી દિલ્હીથી BJPના ગૌતમ ગંભીર આગળ ચાલી રહ્યા છે.
મધ્યપ્રદેશ ભોપાલની બેઠક પર દિગ્વિજય સિંહ પાછળ પ્રજ્ઞા ઠાકુર આગળ ચાલી રહ્યા છે. હજારીબાગથી જયંત સિન્હા આગળ ચાલી રહ્યા છે. હૈદરાબાદથી અસુદુદ્દીન ઔવેસી આગળ ચાલી રહ્યા છે. બારામતી સીટ પર સુપ્રિયા સુલે આગળ ચાલી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post Lok Sabha Results 2019 :રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ કોણ આગળ કોણ પાછળ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-results-who-leads-who-trails-star-candidates/
via Best Gujarati News
0 Comments