BJPમાં જશ્નનો માહોલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યકર્તાઓને ચિયર્સ કરવા પહોંચશે અહીં
લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઇ છે અને ભાજપે જશ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં ભાજપ ઓફિસમાં કાર્યકર્તા અને નેતા એકત્ર થવા લાગ્યા છે. અહીં પૂજા પણ શરૂ થઇ ગઇ છે. કહેવાય છે કે જો પરિણામ ભાજપના પક્ષમાં આવ્યા તો સાંજે ખુદ પીએમ મોદી ભાજપ ઓફિસ પહોંચશે. આ સિવાય ભાજપ ઓફિસમાં 20થી 22 હજાર કાર્યકર્તાઓ પહોંચે તેવી આશા છે.
દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કાર્યકર્તાઓને જીત બાદ ભાજપ ઓફિસ પહોંચવાની અપીલ કરી છે. મનોજ તિવારીએ કહ્યું કે 20 થી 22 હજારથી વધુ કાર્યકર્તા આજે ભાજપ ઓફિસ પહોંચશે. સાંજે જીતનો જશ્ન મનાવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી આવશે.
એક્ઝિટ પોલથી ઉત્સાહિત ભાજપ કાર્યકર્તાઓએ પરિણામો પહેલાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી કામરૂપ સુધી જશ્નની તૈયારી શરૂ કરી દીધી છે. મોડી રાતથી લાડુ બનાવાનો સિલસિલો ચાલુ છે. ગુજરાતનું નવસારી હોય કે બિહારનું ગયા, યુપીમાં મિર્ઝાપુર હોય કે રાજસ્થાનના ભરતપુર કાર્યકર્તાઓનો જોશ આકાશ પર છે. દિલ્હીમાં ખાસ કરીને કમળ છાપ કાજુ-પિસ્તાની મીઠાઇ બનાવાઇ છે.
ભાજપના દિગ્ગજોના કિસ્મતનો આજે ફેંસલો
વારાણસીથી ખુદ પીએમ નરેન્દ્ર મોદી મેદાનમાં છે તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ પરથી કિસ્મત અજમાવી રહ્યા છે. તેમના કિસ્મતનો નિર્ણય આજે થશે. આ સિવાય ભાજપના મંત્રીઓના કિસ્મતનો પણ નિર્ણય કલાકોમાં જ આવશે. લખનઉથી ગૃહમંત્રી રાજનાથ સિંહ, પટના સાહિબથી રવિશંકર પ્રસાદ, અમેઠીથી સ્મૃતિ ઇરાની, સુલ્તાનપુરથી મેનકા ગાંધી અને પૂર્વી ચંપારણથી રાધામોહન સિંહ મેદાનમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post BJPમાં જશ્નનો માહોલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યકર્તાઓને ચિયર્સ કરવા પહોંચશે અહીં appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-2019-prime-minister-narendra-modi-joint-may-be-delhi-party-office/
via Best Gujarati News
0 Comments