લોકસભાની ચૂંટણીના પરિણામથી પહેલા બીજેપીએ જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી બીજેપીએ એક 7 કિલોના લાડુ કેક ઓર્ડર કરી છે. જેને પરિણામ બાદ સાંજે ઉજવણી તરીકે કટ કરવામાં આવશે. આ કેક સિવાય 4-5 કિલોના 9 કેક બીજેપીના કેન્દ્રીય કાર્યાલયમાં કટ કરવા માટે ઓર્ડર કરવામાં આવી છે. તૈયારીઓથી સ્પષ્ટ છે કે બીજેપી આ ચૂંટણીમાં તેમની જીતને લઇને આશ્વસક્ છે. તેનું કારણ છે કે એક્ઝિટ પોલના પરિણામ પણ બીજેપીને પૂર્ણ બહુમત મળવાનો ઇશારો કરી રહ્યા છે.

દિલ્હીમાં લોકસભાની સાત સીટ છે જેમાથી ગત ચૂંટણીમાં દરેક સીટો પર બીજેપીએ જીત નોંધાવી હતી. આ વખતે દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય નજરે પડી રહ્યો છે. કારણકે બીજેપી અને કોંગ્રેસ સિવાય દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી પણ પૂરા જોશ સાથે ચૂંટણીમાં ઉતરી છે. પૂર્વ દિલ્હી સીટ પર તો દિલ્હી બીજેપી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શીલા દીક્ષિતથી છે.

તે સિવાય દિલ્હીમાં ઘણા એવા સ્ટાર પણ મેદાનમાં છે જે રાજનીતિમાં એકદમ નવા ખેલાડી છે. ગાયક હંસરાજ હંસ અને ક્રિકેટર ગૌતમ ગંભીર પણ તેમના રાજકીય કરિયરની શરૂઆત કરી ચૂક્યા છે અને બીજેપીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં છે. એક્ઝિટપોલ મુજબ કોંગ્રેસ 2014માં મળેલી 44 સીટોથી વધારે જીતતી દેખાઇ રહી છે. પરંતુ પ્રિયંકા ગાંધીના આવવાથી તેમને જે આશા હતી. તે પૂરી થતી હાલ દેખાઇ રહી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પરિણામ પહેલા ઉજવણીની તૈયારી, બીજેપીએ મંગાવી 7 કિલોની લાડુ કેક appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/preparations-for-the-party-before-the-results-the-bjp-7-kg-of-ladoos-cake/
via Best Gujarati News

0 Comments