લોકસભા ચૂંટણીના પરિણામને લઇને આખા દેશની નજર પરિણામ પર છે. જ્યારે દરેક ઉમેદવારો અને દળોના ધબકારા તેજ થઇ ગયા છે. કારણકે આજે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે. જેમા માલૂમ પડશે કે કયા ઉમેદવાર પર જનતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેની સાથે જ પક્ષ અને વિપક્ષમાં ચૂંટણીને લઇને પરિણામ આવવા સુધી નિશાન સાધવામાં આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામથી પહેલા પક્ષ વિપક્ષ એક બીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે.

બીજેપી વરિષ્ઠ નેતા અને પટના સાહેબના ઉમેદવાર રવિશંકર પ્રસાદના વિપક્ષના ઇવીએમ પર સવાલ ઉભા કરવાને લઇને કહ્યું કે તે પૂર્ણ રીતે દુર્ભાગ્યપૂર્ણ છે. દેશમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અખિલેશ, માયાવતી અને કોંગ્રેસે પણ ત્રણ રાજ્યોમાં સરકાર ઇવીએમના સહારે બનાવી છે. ત્યારે તેમણે કોઇ સવાલ ઉભા ન કર્યા. તેમણે કહ્યું કે ઇવીએમમાં જનતાએ તેમનો નિર્ણયો આપ્યો ત્યારે મનમોહન સિંહ સત્તાની ખુરશી પર બેઠા હતા. પરંતુ હવે જનતાના નિર્ણય પર પણ સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. તેમણે જનતાના મતનો આદર કરતા શીખવું જોઇએ.

રવિશંકર પ્રસાદે આરએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાના હિંસા વાળા નિવેદન અને પૂર્વ ધારાસભ્ય રામચંદ્ર યાદવ દ્વારા પ્રેસકોન્ફરન્સમાં બંદુક લહેરાવવાની ઘટના અંગે કહ્યું કે આ લોકો પર કડક કાર્યવાહી થવી જોઇએ.

તમને જણાવી દઇએ કે રામચંદ્ર યાદવ ઉપેન્દ્ર કુશવાહાના સમર્થનમાં આવેલા અને પ્રેસકોન્ફરન્સ કરી મીડિયાની સામે હથિયાર લહેરાવ્યા. રામચંદ્રએ કહ્યું કે લોકતંત્ર બચાવવા માટે અમે ગોળી ચલાવવા તૈયાર છીએ. મહાગઠબંધનના નેતા આદેશ આપે અમે પૂર્ણ રીતે તૈયાર છીએ. સાથે જ આ ઘટના બાદ ચૂંટણી પંચે પણ આ મામલા પર કડકાઇ બતાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post મમતા, કેજરીવાલ, અખિલેશ અને કોંગ્રેસે પણ EVMના સહારે બનાવી સત્તા – રવિશંકર પ્રસાદ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/mamta-kejriwal-congress-also-made-power-with-the-help-of-evm-ravi-shankar-prasad/
via Best Gujarati News

0 Comments