‘એક બાજુ લોકસભા ચૂંટણીના પરિણામ આવશે, બીજી બાજુ કર્ણાટકમાં સરકાર પડી ભાંગશે’
લોકસભા ચૂંટણી 2019નું આજે પરિણામ છે. મતગણતરી શરી થાય એ પહેલા કર્નાટકમાં કલબુર્ગી લોકસભા બેઠકના BJP ઉમેદવાર ઉમેશ જાધવે દાવો કર્યો છે કે લોકસભા ચૂંટણીનું રિજલ્ટ આવશે તેના એક કે બે દિવસમાં જ કર્ણાટક સરકાર ધડામ કરીને પડશે. સરકાર ગગડી પડશે.
ઉમેશ જાધવે કહ્યુ કે નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ભારતના પ્રધાનમંત્રી બનશે. મને પુરો ભરોસો છે કે હું મારી સીટ પરથી જીતી જઈશ. ચૂંટણી પરિણામ આવવાના એક કે બે દિવસમાં કર્ણાટક સરકાર પડી ભાંગશે અને રાજ્યમાં BJPની નવી સરકાર રચાશે.
Umesh Jadhav, BJP candidate from Kalaburagi,Karnataka who is contesting against Congress' Mallikarjun Kharge: Narendra Modi will become the PM. I'm hopeful of winning the seat.After this,within a day or two this coalition govt is going to fall on its own &BJP govt will be formed. pic.twitter.com/s6r2IRSHNW
— ANI (@ANI) May 23, 2019
ઉમેશ જાધવ કર્ણાટકના કલબુર્ગી સીટ પરથી ચૂંટણી મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે છે. અહી આપને જણાવીએ કે કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠક છે. 2018માં થયેલ ચૂંટણીમાં અહી કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો.
BJPની 104 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની હતી. તો કોંગ્રેસ 78 અને JDS 37 સીટો આવી હતી. સૌથી મોટું દળ હોવાના કારણે BJPએ રાજ્યમાં સરકાર બનાવી હતી. જો કે બહુમત સાબિત ન કરી શકવાના કારણે આ સરકાર પડી ભાંગી હતી. ત્યારબાદ કોંગ્રેસ અને JDS ગઠબંધન સરકાર ચાલી રહી છે.
BJPને રોકવા માટે કોંગ્રેસ અને JDSની ઓછી બેઠક હોવા છતા એચડી કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવ્યા છે. BJP સતત કહી રહી છે કે JDS+ કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ગગડી જશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ‘એક બાજુ લોકસભા ચૂંટણીના પરિણામ આવશે, બીજી બાજુ કર્ણાટકમાં સરકાર પડી ભાંગશે’ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/hd-kumaraswamy-government-will-fall-after-lok-sabha-election-results-2019-says-bjp-leader/
via Best Gujarati News
0 Comments