પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદલે કહ્યું કે તે ફિરોજાબાદથી ચૂંટણી જીતી રહ્યા છે. તેમના વગર કેન્દ્રમાં કોઇની પણ સરકાર બનશે નહીં. શિવપાલે પત્રકારોથી વાતચીતમાં એક્ઝિટ પોલને ફગાવ્યા અને કહ્યું કે મત ગણતરી થવાની છે. તો એક્ઝિટ પોલનો કોઇ મતલબ રહેશે નહીં.

ઇવીએમની વિશ્વસનીયતા અને ઘણા સ્થાનો પર ઇવીએમ મળવાના સવાલ પર શિવપાલ યાદવે કહ્યું કે ચૂંટણી પંચનું કામ છે. તે આ મામલાને જુએ. તેમણે કહ્યું કે દરેક લોકોની સ્થિતિ ગુરુવરા બપોરે 12 વાગ્યા સુધી સ્પષ્ટ થઇ જશે. બપોરે રૂઝાન આવવાના શરૂ થઇ જશ અને કેટલાક પરિણામ પણ આવી જશે. જ્યારે પરિણામ આવવાના છે તો એક્ઝિટ પોલનો કોઇ મતલબ રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે સૈફઇ પરિવારની સૌથી મોટી પ્રતિષ્ઠાની લોકસભા સીટ ફિરોજાબાદ પર બુધવારે શિવપાલ સિંહ યાદવે ડેરા જમાવ્યોય મતગણતરી પહેલા શિવપાલ શિકોહાબાદ પહોંચ્યા અને પાર્ટી કાર્યાલયમાં તેમણે તેમના કાર્યકર્તાઓમાં જોશનું સંચાર કર્યું. જ્ઞાત થશે કે ફિરોજાબાદથી સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવના પુત્ર અક્ષ યાદવ અને શિવપાલની વચ્ચે મુકાબલો છે. આ બન્ને સિવાય ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર ચંદ્રશેખપ જાદૌન પણ મેદાનમાં છે અને બે નિર્દલીય ઉમેદવાર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિવપાલ સિંહ યાદવનો દાવો, ‘મારા વગર કેન્દ્રમાં નહીં બની શકે સરકાર’ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/shivpal-singh-yadav-claims-the-government-can-not-be-without-me/
via Best Gujarati News

0 Comments