લોકસભા ચૂંટણી પરિણામ 2019: આ નેતાએ કહ્યુ કે BJP ચૂંટણી જીતશે તો 5 વર્ષ ટકલું રહીશ
યૂપીમાં અમરોહા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સચિન ચૌધરીએ એલાન કર્યુ છે કે જો તેમના સંસદીય ક્ષેત્રમાં BJP જીતશે તો તે પોતાના માથે મુંડન કરાવી લેશે અને આવનારા પાંચ વર્ષ સુધી માથા પર વાળ નહીં રાખે. તેમણે BJPના ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યુ કે ભગવા પાર્ટીના સમર્થનમાં એક્ઝિટ પોલ બતાવનાર તમામ ચેનલ PM મોદીની સામે વેચાઇ ગયા છે.
ચૌધરીએ એક્ઝિટ પોલ પર પ્રશ્નાર્થ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે એક્ઝિટ પોલમાં પોલમ પોલ છે. ભાજપ 200નો આંકડો પણ સ્પર્શી નહી શકે. બીજેપી બોખલાઈ ગઈ છે. એટલેજ એક્ઝિટ પોલ પોતાના પક્ષમાં બતાવવા સેટિંગ કરી રહ્યુ છે. BJPની કોશિશ છે કે એક્ઝિટ પોલ બતાવવાના બહાને નાના દળોને પોતાની સાથે જોડી રહ્યુ છે.
અમરોહામાં ખુબજ કાંટાની ટક્કર
કોંગ્રેસના ઉમેદવાર સચિન ચૌધરીએ કહ્યુ કે અમરોહા બેઠક પરથી જો કંવર સિંહ તંવરની જીત થશે તો તે પોતાનું માથુ મુંડાવી લેશે અને આવનારા પાંચ વર્ષ સુધી માથા પર વાળ નહી રાખે. આ મારો દાવો છે. એક્ઝિટ પોલ ખોટા છે અફવાહ ફેલાવે છે. આપને જણાવી દઈએ કે યૂપીના અમરોહા લોકસભા બેઠક પર ખુબજ કાંટાની ટક્કર છે. માનવામાં આવી રહ્યુ છે કે જીત હારનું અંતર 25 હજારથી પણ ઓછુ રહેશે.
BJPએ અહીં કંવર સિંહ તંવરને ટિકીટ ફાળવી છે, તો બીએસપીએ કુંવર દાનિલ અલીને દાંવ પર લગાવ્યા છે. કોગ્રેસના સચિન ચૌધરી પણ જીતનો દાવો કરી રહ્યા છે. જો કંવર સિંહને આ વખતે જીત મળી તો સતત બીજી વખત જીતનારા સાંસદ થશે. આ બાજુ કુંવર દાનિશ અલી જો જીતે છે તો 20 વર્ષના અંતર પછી બીએસપીને બીજો સાંસદ મળશે. આ પહેલા વર્ષ 1999માં બીએસપીના રાશિદ અલી સંસદ પહોંચ્યા હતા.
BJPના પક્ષમાં એક્ઝિટ પોલનું અનુમાન
લોકસભા ચૂંટણી પછી એક્ઝિટ પોલના અનુમાનો અનુસાર એસપી-બીએસપી-આરએલડીનું મહાગઠબંધન હતુ ત્યારબાદ યૂપીમાં બીજેપી શાનદાર પ્રદર્શન કરી રહી છે. એકલા બીજેપીને 300થી ઉપર બેઠકની ભવિષ્યવાણી કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post લોકસભા ચૂંટણી પરિણામ 2019: આ નેતાએ કહ્યુ કે BJP ચૂંટણી જીતશે તો 5 વર્ષ ટકલું રહીશ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/congress-candidate-from-amroha-announce-if-bjp-will-win-i-will-shave-my-head/
via Best Gujarati News
0 Comments