વસુંધરા રાજે અને અશોક ગહેલોત વચ્ચેની રાજકીય શત્રુતા વિમાનમાં દેખાય આવી
રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી વચ્ચે હજી પણ કટ્ટરતા ઓછી નથી થઈ. આ શત્રુતા એક વિમાનમાં સામે પણ આવી હતી. બંને નેતઓએ એક જ વિમાનમાં સાથે મુસાફરી કરી રહ્યાં હતાં પણ તેમને એકબીજા સાથે સમાન્ય વાતચીત પણ નહોતી કરી. બંને નેતાઓ દિલ્હીથી એક જ વિમાનમાં બેઠા હતાં અને જયપુર એરપોર્ટ પર ઉતર્યા હતાં.
ગહેલોતે જયપુર એરપોર્ટ પર કહ્યું હતું કે, રાજી બિઝનેસ ક્લાસમાં હતા અને હું ઈકોનોમી ક્લાસમાં. મને ખબર નહોતી કે તેઓ આગળ બેઠા છે. જો મને આ બાબતની જાણ હોત તો તેમની સાથે વાતચીત થઈ હોત. સાથે જ ગહલોતે ઈવીએમને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
ગહેલોતે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ઈવીએમની સુરક્ષા વધારે કડક બનાવવી જોઈએ. હું માનુ છુ કે કોર્ટે પણ સ્વિકાર્યું છે કે, ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી શકી છે. માટે જ કોર્ટે વીવીપેટની વ્યવસ્થા કરી છે. જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે. માટે તેમણે વીવીપેટની વ્યવસ્થા કરી છે. જો ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે, તો પછી તેનાથી ચૂંટણી જ કેમ કરાવવામાં આવે? અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ ઈવીએમનો ઉપયોગ નથી થતો. તો પછી અપાણે કેમ કરીએ છીએ.
તો રાજેએ કહ્યું હતું કે, ભાજપ રાજસ્થાનની તમામે તમામ 2 બેઠકો પર જીત નોંધાવશે. તેમણે કહ્યું હતું કે, અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના પ્રયાસોના કારણે ભાજપ તમામ રાજ્યોમાં શાનદાર પ્રદર્શન કરશે. રાજે અને ગહલોત બંને અલગ અલગ એરપોર્ટ ગેટમાંથી બહાર આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વસુંધરા રાજે અને અશોક ગહેલોત વચ્ચેની રાજકીય શત્રુતા વિમાનમાં દેખાય આવી appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/vasundhara-raje-and-ashok-gehlot-travel-in-same-flight-but-dont-talk/
via Best Gujarati News
0 Comments