આમ તો ભારતીય રાજનીતિમાં યુવા તુર્કના નામથી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર વિખ્યાત છે. આ એક એવી ઉપાધિ છે જે કદાચ જ ભારતની જનતા કોઇ અન્યને આપે. પરંતુ લોકસભા ચૂંટણી 2019માં અચાનકથી આ શબ્દ ચર્ચામાં રહ્યો. જોકે, ચૂંટણીમાં ‘યુવા તુર્ક’ શબ્દ તે નેતાઓના પુત્રો માટે પ્રયોગ કર્યા જેના દિશે-નિર્દેશમાં પ્રથમ લોકસભા ચૂંટણી લડવામાં આવી. આ વખતે લોકસભા ચૂંટણીનું પરિણામ નક્કી કરશે કે શુ આ નેતાઓના પુત્ર વાસ્તવમાં પાર્ટીના યુવા તુર્ક રહે કે નહીં.

રાહુલ ગાંધી

2004 અને 2009ના લોકસભા ચૂંટણીમાં સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડ્યા હતા. 2014ના લોકસભા ચૂંટણીમાં પણ સોનિયા ગાંધી પાર્ટીના પ્રમુખ હતા. 2019ના લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કમાન રાહુલ ગાંધીના હાથમાં છે. પરંતુ કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહે છે તો કેનું ક્રેડિટ કોંગ્રેસને મળવાનું નક્કી છે.

અખિલેશ યાદવ

2014ના લોકસભા ચૂંટણીમાં ભલે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. પરંતુ સમાજવાદી પાર્ટીએ મુલાયમ સિંહ યાદવના ચહેરાને આગળ કરી લડ્યા હતા. અખિલેશ યાદવ પહેલી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમને તેમની ધુર વિરોધી માયાવતીથી ગઠબંધન કર્યું છે. જોવાનું રસપ્રદ રહેશે કે અખિલેષના નેતૃત્વમાં પાર્ટીનું પ્રદર્શન કેવું રહે છે.

જયંત ચૌધરી

ઉત્તર પ્રદેશમાં અજિત સિંહ એક ક્ષેત્ર વિશેષ રાજનીતિ કરતા રહે છે. અજિત સિંહ હાલ પણ રાષ્ટ્રીટ લોકદળના પ્રમુખ છે. પરંતુ લોકસભા ચૂંટણી 2019માં પાર્ટીનો ચહેરો તેમના પુત્ર જયંત ચૌધરી છે. જયંતે આગળ વધી અખિલેશ અને માયાવતીની સાથે ગઠબંધન કર્યું છે. જેથી આરએલડીનું પ્રદર્શન જયંત રાજકીય ભવિષ્ય નક્કી કરશે,

તેજસ્વી યાદવ

લોકસભા ચૂંટણી 2019માં બિહારમાં વિપક્ષી ખેમેમાં સૌથી મોટો ચહેરો આરજેડી નેતા તેજસ્વી યાદવ રહ્યા. લાલુ પ્રસાદ યાદલના જેલમાં હોવાના લઇને તેજસ્વીએ પણ વિપક્ષીમાં ખેમેમાં નેતૃત્વ કર્યું છે. લાલુની ગેરહાજરીમાં જો તેજસ્વીના નેતૃત્વમાં પાર્ટી સારું કરે છે તો તેનું પદ વધી જશે.

સ્ટાલિન

એમ કરુણાનિધિનું તમિલનાડુની રાજનીતિમાં લાંબા સમય સુધી સિક્કો ચાલ્યો છે. ગત વર્ષે તેમનું નિધન થયા બાદ તેમના પુત્ર એમ.કે. સ્ટાલિનના હાથમાં દ્રવિડ મુનેત્ર કઝગમની કમા છે. સ્ટાલિનના નેતૃત્વમાં દ્રમુક પ્રથમ લોકસભા ચૂંટણી લડી રહી છે. વિપક્ષી ખેમામાં સ્ટાલિન એક એવા નેતા છે. જેમણે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર માન્યા છે.

લોકસભા ચૂંટણી 2019નું પરિણામ નક્કી કરશે કે પાંચ મોટા નેતાઓ પુત્ર અને તેમની માતા કે પિતાની વિરાસતને લોકતંત્રની સૌથી મોટી પરીક્ષામાં કેવું પ્રદર્શન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post NDAનો ડંકો વાગે કે વિપક્ષની ટાઇ-ટાઇ ફિશ? પરિણામો નક્કી કરશે આ યુવા નેતાઓનું ભવિષ્ય appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/nda-will-be-attacked-by-opposition-result-will-decide-the-future-of-these-5-politics/
via Best Gujarati News

0 Comments