કોંગ્રેસના આ નેતાએ અત્યારે જ કહ્યું- રાહુલ ગાંધી વડાપ્રધાન બને તેવી શકયતા
એક્ઝિટ પોલ્સમાં ભલે કોંગ્રેસ પાર્ટી માટે બહુ ખાસ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ના હોય, પરંતુ નવી દિલ્હી લોકસભા સીટ પરથી પાર્ટી ઉમેદવાર અજય માકને રાહુલ ગાંધી પીએમ બનશે તેવી આશા વ્યક્ત કરી છે. અજય માકને પોતાની જીતની આશા વ્યક્ત કરતાં કહ્યું કે તેમને વિશ્વાસ છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનાવીશું.
તેમણે કહ્યું કે ચોક્કસ પરિણામ કોંગ્રેસના પક્ષમાં હશે. અમને આશા છે કે કોંગ્રેસ સરકાર બનાવશે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે. દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ છે. આપને જણાવી દઇએ કે દિલ્હીની સાતેય સીટો પર ત્રિકોણીય મુકાબલો મનાય છે. ભાજપ અને કોંગ્રેસ સિવાય દિલ્હીની સત્તા પર કબ્જો આમ આદમી પાર્ટી પણ મોટી પ્લેયર છે.
Ajay Maken, Congress candidate from New Delhi LS seat, contesting against BJP MP Meenakashi Lekhi: The results will be definitely in favour of Congress. We're expecting that Congress will win &form govt. Rahul Gandhi will be the PM. The fight in Delhi is between BJP and Congress. pic.twitter.com/zhqUvqDIbH
— ANI (@ANI) May 23, 2019
દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધનને લઇ ઘણા દિવસો સુધી વાતો ચાલી, પરંતુ પરવાનો ચઢી શકયો નહીં. એવામાં બંને પક્ષોની વચ્ચે વોટ વહેંચણીનો ફાયદો ભાજપને મળી શકે છે. એક્ઝિટ પોલ્સમાં ભાજપને 6 થી 7 લોકસભા સીટો મળવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કોંગ્રેસના આ નેતાએ અત્યારે જ કહ્યું- રાહુલ ગાંધી વડાપ્રધાન બને તેવી શકયતા appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/rahul-gandhi-will-be-the-pm-ajay-maken-congress-candidate-from-new-delhi-ls-seat/
via Best Gujarati News
0 Comments