ઓરિસ્સા વિધાનસભા ચૂંટણી પરિણામ 2019ની મતગણતરી પહેલાં જ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટનાયકે સ્વીકારી લીધું કે કોંગ્રેસ રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવી શકશે નહીં. તે પોતાનો વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકે છે. પટનાયકનું નિવેદન એ સંકેત આપે છે કે ઓરિસ્સામાં બીજદ અને ભાજપની વચ્ચે સીધો મુકાબલો છે. તેમના આ નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આ સ્થિતિ માટે પાર્ટી પ્રદેશ નેતૃત્વ પર ખુલ્લેઆમ આરોપ મૂકવા લાગ્યા.

પટનાયકે એક્ઝિટ પોલ પૂર્વાનુમાનો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે રાજ્યમાં પોતાના અમારા બળ પર સરકાર બનાવી શકીશું નહીં. ચોક્કસ અમારું પ્રદર્શન 2014 કરતાં સારું હશે. તેમણે કહ્યું કે અમે વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકીએ છીએ.

કોંગ્રેસે 2014મા ઓરિસ્સા વિધાનસભામાં કુલ 147 સીટોમાંથી માત્ર 16 સીટ પર જીત નોંધાવી હતી અને લોકસભા ચૂંટણીમાં પોતાના ખાતા ખોલવામાં અસફળ રહ્યા હતા. આ વખતના એક્ઝિટ પોલમાં પાર્ટી માટે 15 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટનું અનુમાન વ્યકત કરાયું છે. મોટાભાગના એક્ઝિટ પોલના પૂર્વાનુમાનોમાં આ વખતે ઓરિસ્સામાં ભાજપના શાનદાર પ્રદર્શનની આશા વ્યકત કરાઇ છે.

પટનાયકે દાવો કર્યો કે તેઓ પોતે ભંડારીપોખરી અને ઘાસીપુરા બંને વિધાનસભા સીટો પર જીત નોંધાવશે જ્યાં તેઓ ઉભા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી જગન્નાથ પટનાયકે પાર્ટીના પ્રદેશ નેતૃત્વની ખરાબ ચૂંટણી તૈયારી અને મેનેજમેન્ટના વિરોધમાં ઓરિસ્સા પ્રદેશ કોંગ્રેસ કમિટીની સમન્વય સમિતિ અને પ્રદેશ ચૂંટણી કમિટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે પ્રદેશ નેતૃત્વ રાહુલ ગાંધીની ન્યાય યોજના અને ખેડૂતો માટે કાર્યક્રમોનો પ્રચાર કરવામાં અસફળ રહ્યું. સાથો સાથ પાર્ટી ટિકિટ વહેંચણી અને ચૂંટણી મેનેજમેન્ટમાં પોતાની નીતિ યથાવત રાખવામાં અસફળ રહ્યું…મેં મારું રાજીનામું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને મોકલી દીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post કોંગ્રેસે આ રાજ્યમાં પહેલાં જ માની લીધી હાર, પ્રદેશ કોંગ્રેસ બોલ્યા- અમે વિપક્ષનો દરજ્જોય ગુમાવી શકીએ appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/odisha-assembly-election-result-state-congress-chief-concedes-party-wont-be-able-to-form-govt/
via Best Gujarati News

0 Comments