લોકસભાની ચૂંટણીના પરિણામની જાહેરાત આજે થવા જઈ રહ્યા છે. કુલ 542 બેઠકો પર યોજાયેલી લોકસભા બેઠકોની આજે સવારે આઠ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આજે દેશની જનતા સામે એ સ્પષ્ટ થઈ જશે કે આગામી પાંચ વર્ષ માટે કોની સરકાર બનશે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરીથી સત્તા સંભાળશે કે કોંગ્રેસ સારૂ પ્રદર્શન કરશે કે પછી ગઠબંધનની કિસ્મત ચમકશે. બીજી તરફ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યા છે.

આશરે દોઢ મહિના જેટલાં લાંબા સમય માટે ચાલેલા લોકસભાના ચૂંટણી અભિયાન પછી ગુરુવારે દેશભરના EVM ખૂલશે. મોટાભાગના એક્ઝિટ પોલે મોદી સરકારની સત્તા વાપસીની આગાહી વચ્ચે આજે પરિણામો સામે આવી રહ્યાં છે. તો જાણો પળેપળની અપડેટ.

પળેપળની અપડેટ

– ચંન્દ્રબાબુ નાયડૂએ વિધાનસભામાં મળેલી હાર સ્વિકારી, આપશે રાજીનામું. 

– ભાજપના જીતની ઉજવણી ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલબોર્નમાં. 

– ભાજપના ઉમેદવાર ક્રિકેટર ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી 1-1 તો હંસરાજ હંસ અને મનોજ તિવારી પોણા બે લાખ મતોથી આગળ. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ ઘરની બહાર નીકળી લોકોનું કર્યું અભિવાદન.

– ભાજપના પ્રવક્તા – નેતા સંબિત પાત્રાએ પુરી બેઠકથી આખરે લીડ મેળવી. 

– મધ્ય પ્રદેશના ગુનાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા 27,000 વોટથી પાછળ.

– ભૂપેન્દ્ર યાદવ ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા પહોંચ્યા.

– આઝાદી માંગવા નિકળેલા કન્હૈયા કુમાર 1 લાખથી વધારે વોટથી હાર્યા. 

– પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 1 લાખથી મતોથી આગળ.

– આવતી કાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક.

– જમ્મુ-કાશ્મીરમાંથી મહેબુબા મુફ્તિ ચૂંટણી હારે છે. 

– ભાજપના તમામ સેલેબ્રિટી જીતે છે જ્યારે કોંગ્રેસના હરે છે.

– મુંબઈની તમામે તમામ 6 બેઠકો પર ભાજપ-શિવસેના આગળ.

– 36 વર્ષનો રેકોર્ડ તુટ્યો, સતત બીજી વાર બનશે બહુમતિની સરકાર. 

– અમેઠીમાં ફરી ચિત્ર પલટાયું, સ્મૃતિ ઈરાની થયા આગળ. 

– વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી 65,000 મતોથી આગળ.

– ભાજપના નિરહુઆ સપાના અખિલેશ યાદવ કરતા પાછળ.

– ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર પાછળ.

– દિલ્હીમાં તમામ બેઠક પર પાછળ છતાંયે કોંગ્રેસ કાર્યકર્તાઓ કરી રહ્યાં છે ભાંગડા. 

– ઉત્તર પ્રદેશની સુલ્તાનપુર બેઠક પર્થી ભાજપના મેનકા ગાંધી પાછળ. 

– અમેઠીમાં ચિત્ર પલટાયું, રાહુલ ગાંધી 1700 બેઠકથી આગળ. 

– મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં રૂઝાનમાં ભગવો લહેરાયો. 

– કેરળની વાયનાડ બેઠક પરથી રાહુલ ગાંધી 58,000 મતોથી આગળ. 

– દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની તમામે તમામ બેઠકો પર ભાજપ આગળ.

– પટના સાહિબ બેઠક પરથી શત્રુઘ્ન સિન્હા પાછળ, રવિશંકર પ્રસાદ આગળ.

– ભાજપના મનોજ તિવારી દિલ્હી ઉત્તર બેઠક પરથી આગળ.

– ઉત્તરાખંડની તમામે તમામ 5 બેઠકો પર ભાજપ આગળ. 

– ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં રૂઝાનમાં ભગવો લહેરાયો.

– કુલ 542 સંસદીય બેઠકો પરના રૂઝાન આવી ગયા સામે.

– રામપુર બેઠક પરથી ભાજપના જયા પ્રદા આગળ, આઝમ ખાન પાછળ. 

– ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર આગળ. 

– ભાજપની તમામ મહિલા ઉમેદવારો આગળ.

– સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય, દિગ્વિજ્ય સિંહ, મલ્લિકાર્જુન સહિતના તમામ મોટા માથાઓ પાછાળ.

– રાયબરેલીથી યૂપીએ અધ્યક્ષા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી પાછળ.

– સેન્સેક્સમાં 681 પોઈન્ટમાં ઉછાળો.

– રૂઝાનમાં NDAએ મેળવી લીધી બહુમતિ, કુલ 275 બેઠક પર આગળ.

– મૈનપુરી બેઠક પરથી મુલાયમ સિંહ.

– વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25000 વોટથી આગળ.

– અમેઠીમાંથી સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી કરતા 5000 વોટથી આગળ.

– ભોપાલ બેઠક પરથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર કોંગ્રેસના કદ્દાવર નેતા દિગ્વિજય સિંહ કરતા આગળ.

– પૂર્વ ક્રિકેટર ભાજપના ગૌતમ ગંભીર આગળ.

– અભિનેતા સન્ની દેઓલ પંજાબની ગુરદાસપુર બેઠક પરથી આગળ.

– મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધયા પાછળ. 

– ગોરખપુર બેઠક પરથી ભાજપના રવિકિશન આગળ.

– બેગુસરાયમાંથી કન્હૈયા કુમાર પાછળ ગિરિરાજ સિંહ આગળ. 

– રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતનો પુત્ર પાછળ. 

– બિહારમાં 7 બેઠકો પર એનડીએ આગળ. 

– રાહુલ ગાંધી અમેઠીમાં પાછળ અને વાયનાડ બેઠક પરથી આગળ. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post લોકસભા ચૂંટણી પરિણામ Live : ચંંદ્રબાબુ નાયડુએ હાર સ્વીકારી, આપશે રાજીનામું appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/lok-sabha-election-result-live-counting-to-begin-at-8-am/
via Best Gujarati News

0 Comments